Monday - Jul 06, 2026

મોરબીના વાઘપર ગામે ભુવાનું ધુંણતી વખતે હાર્ટ એટેકથી મૃત્યુ

મોરબીના વાઘપર ગામે ભુવાનું ધુંણતી વખતે હાર્ટ એટેકથી મૃત્યુ

મોરબીના વાઘપર ગામે માતાજી અને રામાપીરના પાઠના ધાર્મિક કાર્યક્રમમાં આ ગામના જ ભુવા એટલું બધું ધૂણ્યા કે ધુણતા ધૂંણતા જ તેમનો જીવ  નીકળી ગયો હતો. આ ભુવાનું ગરમી અને પ્રેશરથી હાર્ટ એટેક આવી જતા ધૂંણતા ધુણતા જ તેમને મોત આંબી જતા માતાજીનો ખુશીનો પ્રસંગ શોકમાં ફેરવાયો હતો.

મોરબીના વીસીપરા અંદર આવેલા રોહિદાસપરામાં રહેતા ડાયાભાઈ મારાજએ આ ઘટનાની વિગત આપતા કહ્યું હતું કે, મોરબીના વાઘપર ગામે રહેતા મગનભાઈ કલાભાઈ મકવાણાના ઘેર માતાજીનો ખુશીનો પ્રસંગ અને રામાપીર, નરસિંહ ભગવાનનો પાઠ યોજાયો હતો. જેમાં આ ગામના મોટી ઉંમરના ભુવા પીઠભાઈ રવાભાઈ મકવાણા આ પાઠમાં લોકોની ભીડ વચ્ચે ચોકમાં બહુ જ ધુણયા હતા.પણ ગરમી એટલી કાળઝાળ હતી કે ખાસ્સો સમય સુધી ધૂણતા- ધૂણતા તેમનો બેઠા બેઠા જીવ નીકળી ગયો હતો. હાર્ટ એટેકથી જ તેમનું સ્થળ ઉપર જ પ્રાણ પાંખરુ ઉડી ગયું એની ચોકને વળીને બેઠેલા એકેય લોકોને આ ઘટનાની ખબર જ નહોતી. જ્યારે થોડો સમય આ ભુવા એકદમ હલન ચલન વગર નીચું મોઢું રાખીને બેસી રહેતા બે ત્રણ ભાઈઓએ તેમને હલબલાવતા ભુવા ઢળી પડ્યા હતા અને ભુવાનું ધૂણતી વખતે જ મોત થયાનું જાહેર થતા આખો ખુશીનો પ્રસંગ શોકમાં ફેરવાય ગયો હતો.