Friday - Feb 13, 2026

વડાવિયા પરીવાર દ્વારા પુત્રીના જન્મદિવસની પ્રેરણા દાયક અનોખી પહેલ

વડાવિયા પરીવાર દ્વારા પુત્રીના જન્મદિવસની પ્રેરણા દાયક અનોખી પહેલ

મોરબી :- વડાવિયા પરીવાર દ્વારા પુત્રીના જન્મદિવસની કિડીયારૂ પુરીને ઉજવણી કરી અને સાથે લોકોને પણ જન્મ દિવસ તેમજ ધરના સારા પ્રસંગ માં આ પહેલ કરવા અપીલ કરી હતી.
મુળ ગામ ખાખરાળાના વતની હાલ મોરબી રહેતા હર્ષદભાઈ ગોરધનભાઈ વડાવિયાના પુત્રી આર્યા ના જન્મ દિવસની ઉજવણી કીડીયારું પુરીને કરી હતી. પપ્પા હર્ષદભાઈ અને મમ્મી યોગીતાબેન અનોખા વિચારથી અબોલ જીવોની સેવા એજ પ્રભુ સેવા જેવી ભાવના સાથે અબોલ જીવો નો ભંડારો કરી. જેમાં 
51 નાળીયેરમાં કીડીયારૂ ભરીને 51 અલગ અલગ જગ્યાએ બાવળ અને બોરડીના ઝુંડમાં મુક્યા જેથી 51000 હજાર જેટલા નાના જીવો ને ખોરાક મળતો રહે અને આપણે આપણી સંસ્કૃતિના મુલ્યો જાળવી અબોલ જીવો ની સેવા એજ પ્રભુ સેવા ના ધ્યેય થી જન્મદિવસની પ્રેરણા દાયક ઉજવણી કરી હતી.

વડાવિયા પરીવાર દ્વારા પુત્રીના જન્મદિવસની પ્રેરણા દાયક અનોખી પહેલ