મોરબી : મોરબી-માળિયા હાઈવે પર લક્ષ્મીનગર બ્રિજ પાસે છેલ્લા એક વર્ષથી સ્ટ્રીટ લાઈટ બંધ છે. જેના કારણે રાત્રે અકસ્માતોનું જોખમ વધી ગયું છે. આ વિસ્તારમાં અંધારું હોવાથી રસ્તા પર પશુઓ વાહન આડા આવી જાય છે. પરિણામે અકસ્માતો સર્જવાનો ભય રહે છે. તેમજ વાહનચાલકોને હાલાકી પડે છે. જેથી વહેલી તકે લાઇટ ચાલુ કરાવવા માંગ ઉઠી છે.