Thursday - Apr 16, 2026

મોરબી જિલ્લાની કક્ષાની સૌથી મોટી સિવિલ હોસ્પિટલમાં દીવા પાછળ અંધારું

મોરબી જિલ્લાની કક્ષાની સૌથી મોટી સિવિલ હોસ્પિટલમાં દીવા પાછળ અંધારું

મોરબી જિલ્લાની અને સૌથી મોટી જિલ્લા કક્ષાની સિવિલ હોસ્પિટલમાં દીવા પાછળ અંધારું હોય તેવી આજકાલની નહિ પણ વર્ષોથી ભયંકર ગંભીર પરિસ્થિતિ છે. હાલ તો આ સિવિલ હોસ્પિટલ તેના સ્ટાફને ત્રણ ત્રણ મહિનાથી પગાર ન ચૂકવવા મામલે વિવાદના મધપૂડામાં ફસાય છે. હોસ્પિટલના સ્ટાફને ત્રણ ત્રણ માસથી પગાર ન આપતા આ સ્ટાફની કપરી પરિસ્થિતિ સર્જાય હોવાનું અને વહેલાસર યોગ્ય પગાર ધોરણ ચૂકવે તેવી રાજયન આરોગ્ય મંત્રીને રજુઆત કરાઈ છે.

મોરબીની સિવિલ હોસ્પિટલમાં દર્દી નારાયણની સેવાઓ માટે હર હમેશ સક્રિય રહેતા રાજુભાઇ દવે, જગદીશભાઈ બાંભણીયા, ચિરાગ સેતાએ રાજ્યના આરોગ્ય મંત્રી, ધારાસભ્ય અને સિવિલના અધિક્ષકને લેખિતમાં રજુઆત કરી હતી કે, મોરબીની સિવિલ હોસ્પિટલમાં જુદી જુદી રીતે ફરજ બજાવતા સ્ટાફમાં સફાઈ કર્મીઓ, સિક્યુરીટી, સુપર વાઇઝર, ડ્રાઈવરો એકદમ નિષ્ઠાપૂર્વક ફરજ બજાવતા હોવા છતાં આ સ્ટાફને ત્રણ મહિનાથી પગાર ચુકવવામાં આવ્યો નથી. જો કે અગાઉ પણ આ સ્ટાફનો પગાર લટકાવી દેવામાં આવ્યો હતો. જેમાં ઘણીવાર આ કર્મચારીઓને પગાર આપવામાં વિલંબ કરવામાં આવે છે અને અનિયમિતત રીતે પગાર  ચૂકવાતો હોય આ સામાન્ય આર્થિક પરિસ્થિતિ ધરાવતો સ્ટાફ ગણ ભારે આર્થિક સંકડામણમાં ફસાય જાય છે. હમણાંથી ત્રણ મહિના સુધી પગાર ન મળતા ઘરનું બજેટ ખોરવાય જવાથી બાળકોની સ્કૂલ ફી પણ ભરી શકતા નથી અને કરીયાણાંવાળા પણ અનાજ સહિતનું રાશન હવે ઉધારીમાં આપતા નથી. પહેલા જુના રાશનના પૈસા બાકી હોય એ પહેલા ભરી જાવ પછી જ નવું રાશન મળશે તેવું કહે છે. આ સ્ટાફના પરિવારમાં બીજા કોઈ કમાંનાર ન હોય એટલે બીજી કોઈ આવક ન હોય રોજીરોટી માટે ફક્ત પગારથી જ કામ ચલાવવું પડતું હોવાથી સમયસર પગાર ચુકવવાની માંગ કરી છે.