Wednesday - Apr 22, 2026

વાંકાનેરના આણદપર ગામે ખેતર -વાડી વિસ્તારોમાં દોઢ દિવસથી અંધારપટ્ટ

વાંકાનેરના આણદપર ગામે ખેતર -વાડી વિસ્તારોમાં દોઢ દિવસથી અંધારપટ્ટ

વાંકાનેર તાલુકાના આણદપર ગામે રહેતા ખેડૂત વિરજીભાઈ પ્રેમજીભાઈ કાજિયાએ જણાવ્યું હતું કે, તેમના ગામમાં ગઈકાલે સાંજે ભારે પવનથી વીજળીના તાર તૂટી ગયા હતા. આથી વીજ વાયરો જોખમી હાલતમાં તેમના સહિતના ખેડૂતોના ખેતરો અને વાડી વિસ્તારોમાં લબડે છે. તેથી જાનહાની થવાની ભીતિ છે. જો કે મુખ્ય સમસ્યા એ છે કે, વીજ વાયર વિજપોલમાંથી તૂટીને લબડતા જ વીજ પુરવઠો ખોરવાય ગયો છે. અત્યારે ગામની સીમમાં હાઇવેનું કામ ચાલુ હોય અને રાત્રીને કારણે અંધારપટ્ટ સર્જાતા ખેડૂતો ખેતરે, વાડીએ જઈ શકતા નથી. ગઈકાલે સાંજે લાઈટ ગુલ થઈ ગયા બાદ વારંવાર પીજીવીસીએલમાં ફોન કરવા છતાં આજ મોડી સાંજ સુધીમાં વીજ પુરવઠો પૂર્વવર્ત થયો નથી.જો કે સ્થાનિક વીજ તંત્રને અનેક વખત ફોન કરવા છતાં થઈ જશે, થઈ જશે તેવો કોણીએ ગોળ ચોપડ્યો છે અને વીજ તંત્ર તેમની ફરિયાદ દર વખતે અનસુની કરીને દોઢ દિવસથી ફોલ્ટને રિપેરીગ ન કરીને ઉદ્ધત વર્તન કર્યું છે.

વાંકાનેરના આણદપર ગામે ખેતર -વાડી વિસ્તારોમાં દોઢ દિવસથી અંધારપટ્ટ