Thursday - Jun 11, 2026

માળિયા (મી.) માં કમોસમી વરસાદથી મીઠા ઉદ્યોગને નુકસાન, 10 વીજપોલ જમીનદોસ્ત

માળિયા (મી.) માં કમોસમી વરસાદથી મીઠા ઉદ્યોગને નુકસાન, 10 વીજપોલ જમીનદોસ્ત

મોરબી : મોરબી જિલ્લામાં ગઈકાલે પડેલા કમોસમી વરસાદને લીધે મીઠા ઉદ્યોગને ભારે નુકસાન થયું હોવાની મીઠા ઉધોગકારોએ ફરિયાદ ઉઠાવી છે. અગરિયાઓએ ભરઉનાળે કાળી મજૂરી કરીને પકવીને તૈયાર કરેલા મીઠાને પણ વ્યાપક નુકસાન થયું હોવાનું જાણવા મળી રહ્યું છે.

ગઈકાલે મોરબી જિલ્લાના મોટાભાગના વિસ્તારોમાં ભારે પવન અને ગાજવીજ સાથે કમોસમી વરસાદ પડ્યો હતો. માળિયા મિયાણા પંથકમાં પણ ઝાપટા પડ્યા હતા. જેને કારણે મિઠા ઉદ્યોગને ફટકો પડયો છે. માળીયાના ભાવપર, સુરજબારી, હરિપર, બગસરા, જાજાસર વિસ્તારમાં મીઠા ઉદ્યોગને વધુ અસર છે. તૈયાર મીઠું હતું અને ક્યારામાં જે મીઠું હતું તેને નુકસાન થયું છે. હજુ પણ ઝાપટા ચાલુ છે. વરસાદ વિરામ લ્યે ત્યારબાદ ખ્યાલ આવશે કે કેટલું નુકસાન થયું છે.
બીજી તરફ માળિયા મિયાણા પંથકમાં પીજીવીસીએલને પણ નુકસાન થયું છે.