વાંકાનેર : રાજકોટની મધ્યસ્થ જેલમાં સજા ભોગવતો વાંકાનેરની ભાટિયા સોસાયટીમાં રહેતો કેદી ફિરોઝભાઈ અબ્દુલભાઇ બેલીમ હાઇકોર્ટના હુકમ મુજબ પેરોલ પર મુક્ત થયા બાદ પેરોલની શરત મુજબ તા.10 એપ્રિલના રોજ જેલમાં ફરી હાજર ન થતા રાજકોટ જેલના જેલર કે.જી.સીસોદીયા દ્વારા વાંકાનેર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.