મોરબી સીટી એ ડિવિઝન પોલીસે પેટ્રોલિંગ દરમિયાન એસપી રોડ ઉપર મોબાઈલ ફોનમાં વાતચીત કરી આઇપીએલ ક્રિકેટ મેચ ઉપર સટ્ટો રમી રહેલા વેપારી યુવાનને ઝડપી લઈ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.
પ્રાપ્ત વિગતો મુજબ મોરબી સીટી એ ડિવિઝન પોલીસે ગઈકાલે એસપી રોડ ઉપર મોબાઈલ ફોનમા વાત કરી આઇપીએલ ક્રિકેટ મેચ ઉપર સટ્ટો રમી રહેલા આરોપી નરેશ સવજીભાઈ વિડજા રહે.કસ્તુરી ગ્રીન એપાર્ટમેન્ટ, એસ.પી.રોડ વાળાને એક મોબાઈલ ફોન તેમજ રોકડા રૂપિયા 2000 સાથે ઝડપી લઈ પૂછતાછ કરતા આરોપી ઇમરાન રહે.મોરબી વાળા સાથે ક્રિકેટનો સટ્ટો રમતો હોવાનું કબુલતા બન્ને વિરુદ્ધ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.