અંદાજે 35 વર્ષના યુવાનના વાલી વારસોની ભાળ મેળવવા તપાસ શરૂ
મોરબી - માળીયા મિયાણા હાઇવે ઉપર ટીંબડી પાટિયા નજીક આવેલ ખોડિયાર કાઠિયાવાડી ઢાબા નજીકથી ગત તા.8ના રોજ એક અજાણ્યો યુવાન બેભાન હાલતમાં મળી આવ્યા બાદ મોરબી સિવિલમાં સારવાર દરમિયાન મૃત્યુ નિપજતા આ યુવાન વિશે જાણકારી આપવા મોરબી તાલુકા પોલીસે અનુરોધ કર્યો છે.
ટીંબડી પાટિયા નજીક આવેલ ખોડિયાર કાઠિયાવાડી ઢાબા નજીકથી ગત તા.8ના રોજ બેભાન હાલતમાં મળી આવેલા અંદાજે 35 વર્ષની ઉંમરના યુવાનનું મોરબી સિવિલમાં સારવાર દરમિયાન તા.11 ના રોજ મૃત્યુ નિપજતા મોરબી તાલુકા પોલીસે યુવાનના વાલી વારસોની શોધખોળ શરૂ કરી છે. મૃતકના હાથ ઉપર હિન્દીમાં મા તેમજ રાજવીર ત્રોફવેલ છે તેમજ બંદૂકના ટેટુ સાથે એકે લખેલું છે. ઉપરોકત ફોટો વાળા યુવાન અંગે કોઈને માહિતી હોય તો મોરબી તાલુકા પોલીસ મથકના ફોન નંબર 02822 -242592 અથવા તપાસનીશ એએસઆઈ 7990248482 ઉપર એસ.વી.સોલંકીનો સંપર્ક કરવા યાદીમાં જણાવાયું