મોરબીનું વર્ષોથી ક્રિકેટ ક્ષેત્રે બહુ જ ઓછું પ્રદાન છે. એનું કારણ એ નથી કે મોરબીમાં સારા ખેલાડી નથી. મોરબીમાં વર્ષોથી સમયાંતરે ક્રિકેટ ક્ષેત્રે કેરિયર બનાવવા માટે અગણિત પ્રતિભાઓ છે. પણ વર્ષોથી યોગ્ય પ્લેટ ફોર્મ અને રમત ગમતના મેદાનો અને સાધનોની મોટી કમી હોવાથી આ અનેક અગણિત પ્રતિભાઓ ખીલવાને બદલે અકાળે મુરજાય જાય છે.પણ હવે ક્રિકેટ ક્ષેત્રે આગળ વધવા માટે કોચ, અને પ્રમુખ તરીકે ધારાસભ્ય અમૃતિયા પણ મેદાને આવીને પાંગરતી પ્રતિભાઓને સૌરાષ્ટ્રમાં ક્રિકેટ રમવા માટે ટિમોનું સિલેક્શન કરી યોગ્ય પ્લેટફોર્મ આપવામાં આવ્યું છે. પણ ગઈકાલે સૌરાષ્ટ્રમાં રમવા માટ મોરબી ગ્રામ્ય ક્રિકેટ એસો. દ્વારા ક્રિકેટ ટિમનું સિલેક્શન થવાનું હોય એ બાબતે વાલીઓએ ભારે હોબાળો મચાવ્યો છે. વાલીઓના કહેવા મુજબ તેમના પુત્રો અન્ડર 16માં રમવા માટે એકદમ ફિટ હોય અને ચાર મહિના સુધી નિયમિત પ્રેક્ટિસ કરી હોય આટલી તનતોડ મહેનત છતાં તેમના સંતાનો ટીમની બહાર કરી દેવાયા છે અને બીજા ટેલેન્ટ ન ધરાવતા ખેલાડીઓનો સમાવેશ કરતા ટીમની પસંદગી કરનાર ક્રિકેટ કોચ નીતિન જાની ઉપર ભ્રષ્ટાચારનો આરોપ મૂક્યો છે.જેમાં તેઓ નાણા લઈને ટીમનું સિલેક્શન કરતા હોવાનો ગંભીર આક્ષેપ કરી અને આગાઉ પણ આ ક્રિકેટ કોચ સામે ગેરરીતિનો આક્ષેપ થયો હોય તે વખતે ધારાસભ્યને રજુઆત કરી પણ તેમણે આ રજુઆત કાને ન ધરી હોય હવે તેમના સંતાનોમાં ટેલેન્ટ હોવા છતાં અન્યાય થવાથી વાલીઓએ મીડિયા સમક્ષ આવીને સ્થાનિક ક્રિકેટમાં લાગવગ અને ભ્રષ્ટાચાર કરનાર કોચ નીતિન જાની સામે કાર્યવાહી ન થાય અને તેમના સંતાનોનું ફરી સિલેક્શન નહિ કરાઈ તો આંદોલન કરવાની ચીમકી આપી છે.
મોરબીમાં પ્રતિભા ધરાવતા ખેલાડીઓને રમવાની તક ન આપી નાણાંના જોરે ક્રિકેટ કોચ બેફામ ભ્રષ્ટાચાર કરતા હોવાની વાલીઓએ ક્રિકેટ એસો.ના પ્રમુખ ધારાસભ્યને રજુઆત કરાઈ હોય પણ તેમણે પગલાં ન ભરતા વાલીઓએ મીડિયા સમક્ષ આવીને ઉભરો ઠાલવ્યો હતો. જેમાં સમીર પટેલ નામના વાલીએ જણાવ્યું હતું કે તેનો દિકરો અન્ડર ૧૪ માંથી અન્ડર ૧૬ માં આવ્યો અને અન્ડર ૧૬ માં તેનું સિલેક્શન હતું. જો કે, જાન્યુઆરી ૨૦૨૪ માં તેનો દીકરો અન્ડર ૧૪ માં રમ્યો ત્યારે આખા સૌરાષ્ટ્રમાં લીડર બોર્ડમાં તેનો ૨૬ મો રેન્ક હતો. આજના અન્ડર ૧૬ સિલેક્શનમાં તેનું નામ મોરબી ડિસ્ટ્રિકટના ટોપ ૩૫માં પણ નથી. આને ભ્રષ્ટાચાર ન કહેવાય તો બીજું શું કહી શકાય ?
મોરબીમાં રિયલ કિકેટ એકડમી ચલાવતા વિશાલભાઈ ભીમાણીએ જણાવ્યું હતું કે, હાલમાં મોરબી ગ્રામ્ય ક્રિકેટ એસો.ના જે હેડ કોચ છે તે અગાઉ ભ્રષ્ટાચારમાં દંડાયેલા છે. તો પણ તેને રિપીટ કરવામાં આવ્યા છે અને મોરબીમાં ઘણા ખેલાડી એવા છે જેને ૧૦ વર્ષ સુધી ક્રિકેટમાં મહેનત કરી હતી પરંતુ કંટાળીને ક્રિકેટ છોડી દીધેલ છે અને સૌથી મોટો સવાલ તો એ છે કે, સિલેકશન માટે સિલેક્શન મેચ રમાડવામાં આવે તે જરૂરી છે