મોરબી : મોરબી વાંકાનેર નેશનલ હાઇવે ઉપર બંધુનગર નજીક કારખાનામાં રસોઈ બનાવી ઘરે પરત જઈ રહેલા આધેડ મહિલાને રાજસ્થાન પાસિંગના બોલેરો વાહન ચાલકે રિવર્સમાં વાહન લેતી વખતે હડફેટે લઈ ગંભીર ઇજાઓ પહોંચાડતા મહિલાનું મૃત્યુ નીપજ્યું હતું.
મોરબી - વાંકાનેર નેશનલ હાઇવે ઉપર પેગવીન કારખાના તરફ જતા રસ્તાની કટ્ટ પાસે ઉભેલા મંજુબેન ભરતભાઇ સોઢા ઉ.55 નામના મહિલાને આરજે - 04 - જીસી - 5350 નંબરના બોલેરો ચાલકે પોતાનું વાહન રિવર્સમાં લેતી વખતે હડફેટે લઈ ગંભીર ઇજાઓ પહોંચાડતા મંજુબેનનું મૃત્યુ નીપજ્યું હતું. અકસ્માત સર્જી બોલેરો ચાલક નાસી ગયો હતો.બનાવ અંગે મૃતકના પુત્ર અજયભાઈ ભરતભાઇ સોઢા રહે.જીનપરા વાંકાનેર વાળાએ અકસ્માત સર્જી નાસી ગયેલા બોલેરો ચાલક વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.