Tuesday - May 19, 2026

મોરબીના નદીઘરમાં ઘાસચારો, પાણીનો અભાવ અને ભ્રષ્ટાચારનો કોંગ્રેસનો સનસનીખેજ આક્ષેપ

મોરબીના નદીઘરમાં ઘાસચારો, પાણીનો અભાવ અને ભ્રષ્ટાચારનો કોંગ્રેસનો સનસનીખેજ આક્ષેપ

નંદીધરમાં નંદીઓના ભેદી મોત સામે કોંગ્રેસે ઉગ્ર આક્રોશ ઠાલવી હજુ પણ આ પશુઓ માટે યોગ્ય વ્યવસ્થા ન કરાઈ તો નંદીઓને ખુલ્લા મૂકી દેવાની ચીમકી આપી

મોરબી : મોરબીમાં હમણાં જ મનપા દ્વારા પંચાસર રોડ ઉપર શરૂ થયેલા નંદીઘરમાં અબોલ પશુઓના રહસ્યમય મોતની ઘટના સામે આવતા આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા. જેમાં નંદીઓના મોતની જાણ થતાં કોંગ્રેસના આગેવાનો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયા હતા. ત્યારે નદીઘરમાં 9 થી પણ વધારે નંદી મૃત અવસ્થા મળી આવ્યા હતા .આ પશુઓના મૃત્યુ ઘણા દિવસો પેહલા થઈ હોઈ એવું પ્રાથમિક નજરે દેખાયું હતુ અને વધુ તપાસ કરી તો જાણવા મળ્યું કે 12 તારીખે રાત્રે આ પશુઓના મોત થયા હતા. આ ગંભીર ઘટનાના આટલા દિવસ વીતી ગયા છતાં તેમને દફનાવવામાં જ આવ્યા ન હતા.
 
મોરબીના નદીઘરમાં ઘાસચારો, પાણીનો અભાવ અને ભ્રષ્ટાચારનો કોંગ્રેસનો સનસનીખેજ આક્ષેપ

કોંગ્રેસે નંદીધરમાં પશુઓના મોત થવા છતાં જવાબદાર કોઈ વ્યક્તિ હાજર જોવા ન મળી અને મનપાએ આ નંદીઘરની જવાબદારીની જે એજન્સીને સોંપી હોય એ એજન્સીએ પણ ત્યાં માનસિક અસ્થિર 3 લોકોને કામગીરી ઉપર રાખ્યા હોય જે પણ ગેર વ્યાજબી હોવાનું જણાવ્યું હતું. હાલમાં નંદીઘરમાં 900 જેટલા નંદીને રાખવામાં આવ્યા છે અને તેમને પ્રતિદિન 15 કિલો ઘાસ નંદી દિઠ આપવાનું હોય છે એ હિસાબથી રોજનું ત્યાં 700 મણ જેટલું ઘાસ આપવાનું હોય પરંતુ હકીકતમાં ત્યાં આટલા જથ્થાનો સંગ્રહ જ ન હોવાનો અને આ ચોમાસામાં ઘાસચારો ન હોય ત્યારે આ પશુઓની કેવી દર્દનાક હાલત થશે એ વિચારીને કંપી ઉઠાય છે. તેવો આક્ષેપ કર્યો હતો.
 
મોરબીના નદીઘરમાં ઘાસચારો, પાણીનો અભાવ અને ભ્રષ્ટાચારનો કોંગ્રેસનો સનસનીખેજ આક્ષેપ

વધુમાં ઉમેર્યું હતું કે, અગાઉ નગરપાલિકા વખતે પણ નંદીઘર હતું. પણ શાસકોના ભ્રષ્ટાચારને કારણે નંદીધર ત્યારે બંધ કરી દેવામાં આવ્યું હતું. ત્યારે હવે ફરી મનપાએ શહેરભરમાંથી રખડતા ઢોરને પકડીને એજ જગ્યાએ નંદીધર બનાવ્યું છે. પણ હાલ આ નંદીધરમાં પશુઓ માટે પીવાના પાણીની સુવિધા નથી. તેમજ યોગ્ય ઘાસચારો નથી. તેથી શુ તંત્ર આ અબોલ પશુઓને ભૂખ્યા તરસ્યા મારી નાખવા માંગે છે. તેવો સવાલ ઉઠાવી આ નંદીઘરની અગાઉ નગરપાલિકા વખત જેવી ભયંકર હાલત થઈ ગઈ હોવાનો આરોપ મૂક્યો છે. નવા ચૂંટાયેલા કોર્પોરેટરો જે રીતે નમો વનની મુલાકાત કરે છે અને પ્રચાર પ્રસાર કરે છે તેવી રીતે નંદીઘરની મુલાકાત કરે અને વાસ્તવિક પરિસ્થિતિ લોકો સુધી પહોંચાડી અને ત્યાં વ્યવસ્થા કરી સાચી સેવા કરે તેમ જણાવી સરકાર, કોર્પોરેશન અને નિભાવણી કરતી એજન્સીના પાપે જે નંદીઓ મરી રહ્યા છે તેને બચાવવા માટે મોરબીની સેવાભાવી સસ્થાઓ અને ગૌ સેવકો આગળ આવે અને યોગ્ય મદદ કરે તેવી પણ અપીલ કરી અને જો આગામી સમયમાં આ અબોલ જીવોને પૂરતી સુવિધા ન અપાઈ તો અમે અબોલ પશુ ઉપર આવી ક્રૂરતા નહીં કરવા દઈએ અને ત્યાંથી તમામ નંદીઓને ખુલ્લામાં છૂટા મૂકીશું તેવું દેવેન્દ્રસિંહ જાડેજા પ્રવક્તા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ (સૌરાષ્ટ્ર ઝોન)એ જણાવ્યું હતું.