રોડનું ખરાબ કામ, પાણી નિકાલ, ડીમોલેશનમાં ભેદભાવ સહિતના મુદ્દે પૂર્વ ધારાસભ્ય લલિત કગથરા અને શહેર પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજાએ કરી રજુઆત
મોરબી : મોરબીમાં કોંગ્રેસ દ્વારા મહાપાલિકાના ઘેરાવના કાર્યક્રમ દરમિયાન 25 આગેવાનોને મ્યુનિસિપલ કમિશનરને મળવાની છૂટ અપાતાં તેઓએ મ્યુનિસિપલ કમિશનર સમક્ષ શહેરના મુખ્ય પ્રશ્નોની રજુઆત કરીને આવેદન પાઠવ્યું હતું.
કોંગ્રેસે આજે પ્રજાના પાયાના પ્રશ્નોને લઈને મહાપાલિકા કચેરીના ઘેરાવનો કાર્યક્રમ કર્યો છે. જો કે મહાપાલિકાનો ગેટ બંધ કરી ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવતા કોંગ્રેસ આગેવાનો મહાપાલિકા કચેરીમાં પ્રવેશી શક્યા ન હતા. બાદમાં ડેપ્યુટી કમિશનરે 25 આગેવાનોને મ્યુનિસિપલ કમિશનરને મળવા જવા દેવાનો પ્રસ્તાવ મુક્યો હતો. જે સ્વીકારી 25 આગેવાનો અંદર પ્રવેશ્યા હતા.
બાદમાં પૂર્વ ધારાસભ્ય લલિતભાઈ કગથરા અને શહેર પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજા સહિતના અગ્રણીઓએ શહેરના વિવિધ પ્રશ્નો તેમજ ખરાબ રોડ, પાણી નિકાલની વ્યવસ્થા અને ડીમોલેશનમાં ભેદભાવ સહિતના પ્રશ્નો અંગે મ્યુનિસિપલ કમિશનરને રજુઆત કરી હતી. સાથે આવેદનપત્ર પણ પાઠવ્યું હતું.