ગુજરાત કિશાન સંઘના પ્રમુખ પાલ અંબાલિયા અને ધારાસભ્ય મેવાણી આજે પત્રકાર પરિષદમાં ભાજપ પર વરસી પડ્યા હતા અને ભાજપનો ભ્રષ્ટાચાર ખુલ્લો કરવા માટે કોંગ્રેસની મોરબીથી ન્યાય યાત્રાનું એલાન કર્યું હતું. ગુજરાતની બર્બરતાપૂર્ણ ઘટનામાં પીડિતોને ન્યાય મળ્યો ન હોય એમને ન્યાય આપવા માટે સરકારને ઢંઢોળવા આ ન્યાય યાત્રાનું આયોજન કર્યું છે.
ગુજરાત કિશાન સંઘના પ્રમુખ પાલ અંબાલિયા અને ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ પત્રકાર પરિષદને સંબોધન કરતા જણાવ્યું હતું કે, ગુજરાતમાં છેલ્લા પાંચ વર્ષમાં પાંચ- સાત કરુણ અને દુર્ભાગ્યપૂર્ણ ઘટનાઓ બની એના પીડિતો આજે પણ ન્યાય માટે કોર્ટમાં ધકાકા ખાઈ રહ્યા છે. ત્યારે સવાલ એ ઉભો થાય છે કે જેની તપાસ કરવાની જવાબદારી જેના ઉપર છે. એવી સરકાર માનીતા અધિકારીઓની નિમણૂક કરે છે. જેના કારણે ભાજપના જે જવાબદાર પદાધિકારી કે સરકારનો માનીતો અધિકારી હોય એને બચાવવા માટે તપાસ સમિતિ ખાસ કંઈ ઉકાળી શક્તિ નથી. રાજકોટની અગ્નિકાંડની દુર્ઘટનામાં સત્ય બહાર આવે અને પીડિતોને ન્યાય મળે તે માટે ભાજપ પર પ્રેશર લાવવા રાજકોટવાસીઓએ રાજકોટ બંધ કરીને ભાજપ સરકારને ભીંસમાં મૂકી દેતા ચાર ચાર સમિતિ બનાવવાનું નાટક કર્યું અને આ ચારમાંથી એક કમિટીની હિંમત એવી ન થઈ કે, રાજકોટને સ્ટેન્ડીગ કમિટીના ચેરમેને, મૅયરને જવાબદાર ગણ્યા ન હતા. આ ટીઆરપી ઝોનમાં જે અધિકારીઓએ જન્મદિવસ ઉજવ્યો હોય એના ગળામાં તપાસ સમિતિનો ગાળિયો મૂકી દેતા જવાબદાર ખુદ કેવી રીતે ન્યાય તોળી શકે. એવો આક્ષેપ કર્યો હતો. એટલે ભાજપના કમલમો બને છે એ આપણા સ્વજનોના ભોગે બને છે. ભાજપનો ભ્રષ્ટાચાર બેકાબુ બની રહ્યો હોય ફરીથી આવી ઘટનાઓ ન બને તે માટે મોરબીથી ગુજરાત ન્યાય યાત્રાનું અયોજન કરવમાં આવ્યું છે. તેમાં તમામ સમુદાયના લોકોને જોડવવાનું આહવાન કર્યું છે. ભાજપના દરેક જાત ભ્રષ્ટાચારથી પીડિત ખેડૂતો સહિત તમામ લોકો આ પાપના ઘડામાં ચિઠ્ઠી નાખીને વેદના વ્યક્ત કરી શકશે.ખાસ ઉભરાતી ગટરો, ભુવાઓથી પરેશાન શહેરીજનો પણને જોડવાની અપીલ કરી છે.