મોરબી : મોરબી નગરપાલિકાના ભાજપના શાસકો દ્વારા ખોટી રીતે કલમ 45 (ડી) હેઠળ કરવામાં આવેલા કામોમાં ખોટા કામો કરાયા હોય એ કામોની નાણાકીય રિકવરી કરવા અંગે મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખએ મોરબી મહાનગરપાલિકા કચેરીના કમિશ્નરને લેખિતમાં રજુઆત કરવામાં આવી છે.
મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ કિશોરભાઈ ચીખલીયાએ રજુઆતમાં જણાવ્યું છે. કે, અગાઉ મોરબી નગરપાલિકામાં ભાજપનું શાસન હતું ત્યારે બાવને બાવન સભ્યો ભાજપના હતા. તેમ પણ જે કામ જનરલ બોર્ડની બેઠકમાં ઠરાવ કર્યા બાદ કરાવવાના હોય તેવા રોડ-રસ્તા, પેવર બ્લોક, ઓફીસ અને ઘરના રિનોવેશનના કામ આપાતકાલીન ગણીને આ કામ કલમ 45 (ડી) હેઠળ લઈને કરવામાં આવ્યા છે. જે ખરેખર આ કલમ હેઠળ કરાવી ન શકાય અને તેની માહિતી અધિકાર અધિનિયન 2005 હેઠળ માંગવામાં આવી ત્યારે નગરપાલિકા કચેરી તરફથી જે માહિતી મળેલ છે. તેમાં દર્શાવેલ કામોમાંથી મોટાભાગના કામો કલમ 45(ડી) હેઠળ કરવી શકાય નહીં તેમ છતાં પણ આવા કામ જે તે સમયની ભાજપની બોડીના સત્તાધીશો અને અધિકારી દ્વારા કરવામાં આવ્યા છે અને પ્રજાના પૈસાનો દુરૂપયોગ કરવામાં આવ્યો છે. એટલું જ નહીં પરંતુ મોરબી નગરપાલિકાના જે તે સમયના ચીફ ઓફિસરના બંગલાનું રીનોવેશન તથા તેના ઓફિસરના રીનોવેશનના લાખો રૂપિયા બિલ કલમ 45(ડી) હેઠળ મંજુર કરવામાં આવ્યા છે. તો આ રજૂઆતને ધ્યાને લઇ મોરબી નગરપાલિકાના દ્વારા ભાજપના શાસકો દ્વારા ખોટી રીતે કલમ 45(ડી) હેઠળ કરવામાં આવેલ કામોની નાણાકીય રિકવરી કરવા કાર્યવાહી કરવા માંગ કરવામાં આવી છે.