Saturday - Jun 27, 2026

લાઈટ, પાણી, ગટર સહિતની ફરિયાદો સિવિક સેન્ટરમાં કરી શકાશે મોરબીના રેલવે સ્ટેશન રોડ ઉપર રેન બસેરામાં સિટી સિવિક સેન્ટર શરૂ વ્યવસાય વેરો તથા પ્રોપર્ટી ટેક્સ ભરી શકાશે : મેરેજ સર્ટી, હોલ બુકીંગ સેવા મળશે

લાઈટ, પાણી, ગટર સહિતની ફરિયાદો સિવિક સેન્ટરમાં કરી શકાશે

મોરબીના રેલવે સ્ટેશન રોડ ઉપર રેન બસેરામાં સિટી સિવિક સેન્ટર શરૂ

વ્યવસાય વેરો તથા પ્રોપર્ટી ટેક્સ ભરી શકાશે : મેરેજ સર્ટી, હોલ બુકીંગ સેવા મળશે

મોરબી : મોરબી નગરપાલિકા મહાનગરપાલિકા ન હતી ત્યારે લોકોને બધી સુવિધાઓ નગરપાલિકામાં જ મળી રહેતી હતી. પણ હવે નગરપાલિકામાંથી મહાનગરપાલિકા બનતા સુવિધાઓ વિસ્તારવામાં આવી છે. જેમાં આજથી મોરબીના રેલવે સ્ટેશન રોડ ઉપર આવેલ રેન બસેરાના પ્રથમ માળે સિટી સિવિક સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે. જ્યાં હેલ્પ ડેસ્ક સહિતની વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે. આ વિસ્તારના લોકોને મહાનગરપાલિકાની મુખ્ય કચેરી સુધી લંબાવવુ ન પડે તે માટે અહીં સિવિક સેન્ટર ઉભું કરવામાં આવ્યું છે.

મોરબી મહાનગરપાલિકાના કમિશનર સ્વપ્નિલ ખરેએ ગત શનિવારના રોજ સિટી સિવિક સેન્ટર ખુલ્લું મુકવાની સતાવાર જાહેરાત કરી હતી. તે  પ્રમાણે આજથી આ સેન્ટર શરૂ થઈ ગયું છે. પ્રથમ દિવસથી જ નાગરિકોએ આ સેન્ટરની સેવાઓનો લાભ લેવા ઉમટી પડ્યા હતા.આ સિવિક સેન્ટરમાં લાઈટ, પાણી, ગટર અંગેની ફરિયાદો નોંધાવી શકાશે. વ્યવસાય વેરો અને પ્રોપર્ટી ટેક્સ ભરી શકાશે.સાથે મેરેજ સર્ટી તેમજ હોલ બુકીંગ સેવાનો લાભ મળશે. જન્મ મરણના દાખલા સહિતની સેવાઓ આગામી સમયમાં તબક્કાવાર શરૂ કરાશે. તેવું જાણવા મળ્યું છે.