વાંકાનેર શહેરમા આંબેડકર નગરમાં રહેતા અને નગરપાલિકામા રોજમદાર સફાઈ કામદાર તરીકે નોકરી કરતા આકાશભાઈ ગોવિંદભાઇ લઢેર ઉ.31 નામના યુવાને સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, ગઈકાલે તેઓ વીસીપરા વિસ્તારમાં નગરપાલિકાની રીક્ષા લઈને જતા આરોપી મનીષ ભાટી નામના શખ્સે રીક્ષાના કાચમાં જોરદાર મુક્કો માર્યા આકાશભાઈએ આવું ન કરવાનું કહેતા આરોપી ઉશ્કેરાઈ ગયો હતો અને અમારા એરિયામાં આવી કેમ હવા કરે છે કહી જાતિ પ્રત્યે અપમાનિત કરી અભદ્ર શબ્દો બોલી આકાશભાઈને લાફો મારી દેતા બનાવ અંગે સીટી પોલીસ મથકમાં એટ્રોસીટી એકટ સહિતની કલમો મુજબ ગુન્હો નોંધાયો હતો.