મોરબી : મોરબીના નવલખી રોડ ઉપર કુબેરનગર નજીક વિષ્ણુનગરમાં રહેતા કોલડ્રિન્કસની એજન્સી ચલાવતા વેપારી યુવાને દોઢેક મહિના પહેલા વ્યાજખોરોના ત્રાસથી પોતાની ઓફિસમાં ઝેરી દવા પી આપઘાત કરી લેવાના બનાવમાં મૃતકના નાના ભાઈએ અગિયાર વ્યાજખોરો વિરુદ્ધ સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં પોતાના ભાઈને મરવા મજબુર કરવા મામલે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.
મોરબીના કુબેરનગર નજીક વિષ્ણુનગરમાં રહેતા અને હિતેશ સેલ્સ એજન્સીના નામે કોલડ્રિન્કસ માર્કેટિંગની એજન્સી ધરાવતા નિલેશભાઈ હરેશભાઇ મકવાણા નામના વેપારીએ ગત તા.11 એપ્રિલના રોજ પોતાની એજન્સીની ઓફિસમાં ઝેરી દવા પી આપઘાત કરી લેતા આ બનાવમાં વ્યાજખોરોના ત્રાસથી પોતાના મોટાભાઈએ અંતિમ પગલુ ભરી લીધું હોવાનું જાહેર કરી મૃતકના નાનાભાઈ જીજ્ઞેશભાઈ હરેશભાઇ મકવાણાએ સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં 11 વ્યાજખોરો વિરુદ્ધ મરવા મજબુર કરવા અંગે ફરિયાદ નોંધાવી છે.
બનાવ અંગે બી ડિવિઝન પોલીસે તમામ વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.