મોરબી : મોરબી - માળીયા નેશનલ હાઇવે ઉપર સોખડા ગામના પાટિયા પાસે રોડ ઉપર ગઈકાલે સાંજના સમયે ઘેટા બકરા પસાર થઈ રહ્યા હોવાથી જીજે - 18 - ઝેડ - 6698 નંબરના એસટી બસના ચાલક અમુભાઈ રાણાભાઈ ધ્રાંગાએ પોતાની બસ ઉભી રાખી દેતા પાછળથી આવતા જીજે - 39 - ટી - 1462 નંબરના ટ્રક ચાલક પુખરાજ ગોમારામ ચૌધરીએ બ્રેક ન મારતા કન્ટેનર ટ્રક એસટી બસના ઠાઠામાં અથડાતા એસટી બસમાં મોટી નુક્શાની થઈ હતી.અકસ્માતની આ ઘટના અંગે મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.