મોરબી:પવિત્ર શ્રાવણ માસની શરુઆત સાથે જ ધાર્મિક ઉત્સવોનો પ્રારંભ થઈ રહ્યો છે, ત્યારે મોરબી તાલુકાના નાની વાવડી ગામે દશામાના વ્રત નિમિત્તે વિવિધ ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.
આગામી તારીખ 12 ઓગસ્ટ 2026, બુધવારથી દશામાના પવિત્ર વ્રતનો પ્રારંભ થશે, જે તારીખ 21 ઓગસ્ટ 2026, શુક્રવારના રોજ પૂર્ણ થશે.
વ્રતના અંતિમ દિવસે (21 ઓગસ્ટ) નાની વાવડી ખાતે દિવસભર ભક્તિમય વાતાવરણ વચ્ચે નીચે મુજબના કાર્યક્રમો યોજાશે:
સવારે:- શ્રદ્ધાળુઓ માટે પવિત્ર હવન, બપોરે:- મહાપ્રસાદનું આયોજન, રાત્રે:- જાગરણ નિમિત્તે ભવ્ય રાસ-ગરબાની રમઝટ
દશામાં ગોપી મંડળ તથા દશામાં મિત્ર મંડળ નાની વાવડી દ્વારા ગામ તથા આસપાસના વિસ્તારની સર્વે ધર્મપ્રેમી જનતાને રાત્રે ગરબે રમવા તેમજ આ ધાર્મિક મહોત્સવનો લાભ લેવા ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.