Saturday - Jun 27, 2026

નવલખી પોર્ટ પર કોલસો અને અનાજનું કામ પરપ્રાંતીયોને સોપાતા સ્થાનિકોની રોજીરોટી છીનવાઈ

નવલખી પોર્ટ પર કોલસો અને અનાજનું કામ પરપ્રાંતીયોને સોપાતા સ્થાનિકોની રોજીરોટી છીનવાઈ

મોરબી જીલ્લામાં આવેલ નવલખી પોર્ટમાં હાલમાં કોલસા ઉતારવાનું કામ કરીએ છીએ. જુના સમયમાં બાપદાદા અનાજ ઉતારવાનું કામ કરતા હતા. બાપદાદાના સમયકાયળથી પરંપરાગત શિપમાંથી માલ ઉતારવાનુ કામ કરતા આવીએ છીએ જેથી સ્થાનિકોને રોજી રોટી મળતી હતી ધીમે ધીમે અનાજ આવવાનુ બંધ થવાથી બેકાર બન્યા છીએ, તે સમયે વાવાઝોડા આવવાથી લોકોની જાનહાની પણ થઈ હતી. સરકારી જમીન અને આખો પોર્ટ વિસ્તાર ધાક ધમકી આપી ભગાડવાનુ કામ કરી લુટ ચલાવેલ હતી.

અમુક લોકોનુ સ્થળાંતર કરવા સરકાર સહાય પણ આપતી હતી. ભાગેલા લોકો આજુબાજુ વિસ્તારમાં શરણાર્થી થઈ ગયેલ છે. જે આજે પણ બેકાર બનીને બેઠા છે. હાલમાં નવલખીપોર્ટમાં કોલસો ઉતારવાનું કામ એજન્ટો મારફત ચાલુ છે કોન્ટ્રાકટરો પરપ્રાંતીય કામદારો પાસે કામ કરાવી રહયા છે. જેથી સ્થાનીક મજુરો બેકાર બની રહયા છે. અને આ માછીમારો દરીયામાંથી કોલસો અને રેતી કાઢી આ માછી મારો પોતાનુ ગુજરાન ચલાવે છે. અને કોલસો દરીયામાં પડવાથી માછલીઓ દુર દરીયામાં ચાલી ગયેલ છે. તેથી આ લોકોનુ ગુજરાન ચલાવવુ ખુબ જ મુશ્કેલ પડે છે. તેથી આ માછીમારો દરીયામાંથી કાલસો અને રેતી કાઢી પોત પોતાનુ ગુજરાન ચલાવે છે. અને તેઓ ત્યાંના જ સ્થાનીક રહેવાસી છીએ.

સ્થાનીક લોકો કોલસો ઉતારવાની અને મચ્છીનુ ઉત્પાદન પોર્ટની નજીકનાં વિસ્તારમાં બંઘ થતાં મચ્છી કામદારો બેંકાર બન્યા છે. આ લોકોને જીવવા માટેનો બીજો કોઈ વિકલ્પ નથી. પાણીમાં પડેલ વેસ્ટ કોલો લઈ જઈને વહેચીને ગુજરાન ચલાવતા હતા. જેનાથી થોડી રાહત મળતી હતી પણ કંપની વાળાઓએ ના પાડતા મચ્છીમારો બેકાર બની બેઠા છે.

આ વિસ્તાર નાં રહેવાસીઓ ખુબ જ ખરાબ હાલતમાં ભુખમરાથી પીડીત જીવન જીવી રહયા છે. અને લોકોને શિક્ષણ સુવીધાઓ પણ મળતી નથી રાહત ભાવે અનાજ બી. પી. એલ. કાર્ડ પણ થણા લોકો પાસે નથી. ભારત દેશનાં આઝાદીના ૭૫ વર્ષ પછી પણ આજ સ્થિતિ ભોગવવી પડે છે. લોકશાહીમાં પ્રજાને જીવવા માટે પ્રાથમીક સુવીઘા આપવી એ સરકાર ની બંઘારણીય અધિકાર છે. જે માત્ર કાગળ ઉપર જ છે. પણ સામાન્ય પ્રજાના હાથમાં નથી જે મુઠીભર લુટેરાઓ અને પૈસાપાત્ર લોકોનાં હાથમાં દોરી સંચાર છે. એટલે રાજનીતી કરવી પડે છે. ગરીબ લોકોને જીવન જીવવા માટે સંઘર્ષ કરવો પડે માટે સંગઠન કરી સરકાર પાસે થી લોકશાહીના બંધારણીય અધીકાર અને હકક મેળવવા જરૂરી બને છે.આથી સ્થાનિકોએ આજે જિલ્લા કલેકટરને આવેદન આપી રોજગારી, રહેઠાણ, આરોગ્ય સહિત તમામ સવલતો આપવાની માંગ કરી છે.