ટંકારા તાલુકાના લજાઈ ગામમાં ઝાપા વાળી શેરીમાંથી અજાણ્યો તસ્કર ફરિયાદી અજરૂદિનભાઈ વલીભાઈ હેરંઝાની માલિકીની રૂપિયા દોઢ લાખની કિંમતની જીજે - 36 - યુ - 8976 નંબરની સીએનજી રીક્ષા ચોરી જતા ટંકારા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ હતી. પોલીસે આ રીક્ષા ચોરીનો ભેદ ગણતરીની કલાકોમાં ઉકેલી નાખ્યો હતો. જેમાં ચોર ઈસમો આ ચોરાઉ રીક્ષા રાજકોટથી મોરબી તરફ હંકારીને લઈ જતા હોવાની ચોક્ક બાતમી મળતા ટંકારા પોલીસે બાતમીના આધારે વોચ ગોઠવી ઉપરોક્ત નબરવાળી રીક્ષા નીકળતા પોલીસે ખરાઈ જરતા આ રીક્ષા લજાઈ ગામેથી ચોરી થઈ હોવાનું માલુમ પડ્યું હતું.આથી રીક્ષા ચીરી કરનાર આરોપીઓ મુકેશભાઈ અરજણભાઈ ગુજરાતી અને અર્જુનભાઈ જયંતિભાઈ સોલંકીને 1.50 લાખની રીક્ષા સાથે પકડીને પૂછપરછ કરતા આ રીક્ષા ચોરી કરી હોવાની કબૂલાત આપી હતી.તેમજ આ બન્ને ચોરોનો ચોરી ચપાટીનો ગુનાહિત ઇતિહાસ સામે આવ્યો છે. આ બન્ને આરોપીએ મોરબી, રાજકોટ, સુરેન્દ્રનગરમાં 15 જેટલા ગુના આચાર્યા હોવાની કબૂલાત આપી છે.