મોરબી : મોરબીમાં ગણેશનગરના નાકે વાવડી રોડ ખાતે ગાળો બોલવા બાબતે બે પક્ષો વચ્ચે મારામારી થઈ હતી. બંને પક્ષોએ સામે સામે ફરિયાદ નોંધાવતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
ફરિયાદી હાર્દીકભાઇ પ્રવીણભાઇ કંજારીયાએ ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે તેઓ તેમના માસી ના ઘરે હોય બાજુના કોમ્પ્લેક્ષની છત ઉપર રહેલા આરોપી યોગેશ તથા બે અજાણ્યા શખ્સોને ગાળો બોલવાની નાં પાડતા આરોપી યોગેશએ જયેશભાઇને ધોકાનો ઘા મારી તથા ફરીયાદીને અજાણાયા આરોપીએ માથાના ભાગે ધોકાના ઘા મારી તથા નાક ઉપર લોખંડની કોઇ વસ્તુ નો ઘા મારીને ઇજા કરેલ હોય તેમજ જયંતીભાઇ ને અજાણ્યા આરોપીએ ડાબા પગે કોસનો ઘા મારી ઇજા કરેલ હતી, ઉપરાંત સોનલબેનને અજાણ્યા આરોપીએ મુઢમાર મારી ઇજા કરેલ.
જ્યારે ફરિયાદી ભાવેશભાઇ નાનજીભાઇ પરમારએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, આરોપીઓ જયંતી ઉર્ફે ભોલો, હાદીક, જયેશ તથા સોનલ ફરિયાદીના સ્ટોલ પર જઈ ગાળો આપી સ્ટોલ બંધ કરવાની ધમકી આપી ફરિયાદી તથા અન્ય સાહેદોને ધોકા અને પથ્થરનાં ઘા કરી ઈજા કરી હતી. સામસામી ફરિયાદ નોંધાતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.