આ સિસ્ટમનું સ્થાપન મોરબી શહેરના વિવિધ વિસ્તારોમાં થશે, જેમાં દરેક સ્થળે પાણીની ક્ષમતા અનુસાર મશીનો ગોઠવવામાં આવશે. જેમાં દાણાપીઠ (ESA ક્ષમતા ૧-૫ લાખ લિટર અને GSR ક્ષમતા ૧-૫ લાખ લિટર), ગૌશાળા (ESA ક્ષમતા ૩-૨૦ લાખ લિટર અને GSR ક્ષમતા ૧-૧૨૫ લાખ લિટર), પંચાસર (ESA ક્ષમતા ૧-૫ લાખ લિટર અને GSR ક્ષમતા ૧-૫ લાખ લિટર), રણછોડનગર (ESA ક્ષમતા ૧-૧૫ લાખ લિટર અને GSR ક્ષમતા ૧-૩૫ લાખ લિટર) રાવાપર (WTP સપ્લાય), દરબારગઢ (૧-૫ લાખ લિટર - બંને), સાનાળા (૨-૧૨.૫ લાખ લિટર - ESA અને ૧-૩૫ લાખ લિટર - GSR), સદરબાગ (૨-૫ લાખ અને ૧-૮ લાખ લિટર (બંધ)-ESA તથા ૧-૫ લાખ અને ૧-૧૫ લાખ લિટર (બંધ)- GSR), સુરજબાગ (૧-૫ લાખ લિટર), વાવડી રોડ (NC ૭ પાઈપલાઈન સપ્લાય), કેસરબાગ (૧-૫ લાખ અને ૧-૩ લાખ લિટર- ESA, તથા ૧-૩.૫.૭ લાખ લિટર - GSR), પિકનિક સેન્ટર (૧-૧૧ લાખ લિટર -ESA તેમજ ૧-૩૫ લાખ લિટર GSR), ઉમા ટાઉનશીપ / નઝરબાગ (૧-૫ અને ૧૧ લાખ લિટર - ESA તથા ૧-૫ અને ૧૫ લાખ લિટર - GSR), અને શોભેશ્વર (૧-૫ લાખ લિટર) ખાતે સિસ્ટમ નાખવામાં આવશે.
આ ક્લોરીન ડોઝિંગ સિસ્ટમમાં મશીનો અને ઓટોમેશન સુવિધાઓનો સમાવેશ કરવામાં આવશે. આ કામગીરીના સફળ અમલ બાદ મોરબી શહેરનું પીવાનું પાણી ડબ્લ્યુએચઓ (WHO) ના ધોરણો મુજબ સંપૂર્ણપણે જીવાણુમુક્ત અને પીવા માટે સુરક્ષિત બની જશે.