Saturday - Jul 04, 2026

મોરબીની બાળાઓએ પક્ષીઓને બચાવવા 64.327 કિલો પતંગની દોરી એકત્ર કરી

મોરબીની બાળાઓએ પક્ષીઓને બચાવવા 64.327 કિલો પતંગની દોરી એકત્ર કરી

મોરબી :  મોરબીની માધાપરવાડી કન્યા શાળાની બાળાઓએ અનોખું સેવા કાર્ય કર્યું હતું. જેમાં ઉતરાયણ નિમિત્તે જ્યાં ત્યાં પંતગની ફસાયેલી કાતિલ દોરી પક્ષીઓ માટે જીવલેણ ન બને તે પહેલાં બાળાઓએ શેરી ગલી એમ જ્યાં ત્યાં ફસાયેલી 64.327 કિલો પતંગની કાતિલ દોરી એકત્ર કરી પક્ષીઓનું જીવ બચાવવાનું માનવતા ભર્યું ઉમદા કાર્ય કર્યું હતું.

ઔદ્યોગિક રીતે સમૃદ્ધ મોરબીમાં શહેર ઉધોગ માટે સાહસિક હોવાની સાથે સદાય જરૂરિયાતમંદ લોકો અને અબોલ પશુઓ માટે કંઈક ને કંઈક અનોખી રીતે સેવાકાર્ય કરવામાં આવી રહ્યું છે. જેમાં મોરબીની દરેક શાળાઓમાં માધાપરવાડી કન્યા શાળા દ્વારા સમાજને નવો રાહ ચિંધવા માટેની સામાજિક પ્રવૃતિઓ થતી રહેતી હોય છે. જેમાં મોરબીની પંચાસર ચોકડી પાસે આવેલી PMSHRI માધાપરવાડી કન્યા શાળા સામાજિક ઉત્થાન માટેની અનેકવિધ પ્રવૃત્તિઓ જેવી કે તુલસી પૂજન,માતૃ-પિતૃ પૂજન ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું સ્નેહમિલન રંગોત્સવ વગેરે પ્રવૃત્તિ દ્વારા વિદ્યાર્થીઓનું ભણતર,ગણતર, ઘડતર અને ચારિત્ર્યનું ચણતર કરવામાં આવે છે એવી જ રીતે બાળાઓએ મકરસંક્રાંતિના દિવસે લોકોએ એકબીજાની કાપેલી પતંગના દોરા રસ્તામાં જ્યાં ત્યાં લબળતા હોય,લટકતા હોય,રખડતાં હોય એના કારણે બાઈક પર જતાં ઘણા બધા લોકોના ડોકામાં ઈજા પહોંચતી હોય છે,ઘણા બધા લોકો ગંભીર રીતે ઘાયલ થઈ જતા હોય છે એ બધા દોરા શાળાની 400 જેટલી બળાઓએ શાળાએ આવતા જતા તેમજ પોતાના રહેઠાણ વિસ્તારમાંથઈ 64.327 ચોંસંઠ  કિલ્લો અને ત્રણસો સત્યાવીસ ગ્રામ જેટલા દોરા એકત્ર કર્યા હતા જેથી રસ્તે જતા લોકોને આ દોરાઓથી નુકસાન ન થાય, એકત્ર કરેલા આ બધા દોરા માઁ જીવદયા ગ્રૂપને અર્પણ કરીને શાળાની નાની નાની બાળાઓએ માનવતાનું મહામુલું કાર્ય કરવા બદલ શાળા પરિવારે તેમજ પ્રિન્સિપાલ દિનેશભાઈ વડસોલા તેમજ માઁ જીવદયાના કાર્યકર્તાઓએ તમામ બાળાઓને  ધન્યવાદ આપ્યા હતા.