Sunday - Jul 05, 2026

મોરબી જિલ્લામાં વહીવટી તંત્ર દ્વારા 24 ગામોમાં ઓચિતું ચેકીંગ

મોરબી જિલ્લામાં વહીવટી તંત્ર દ્વારા 24 ગામોમાં ઓચિતું ચેકીંગ

ગામોની આકસ્મિક મુલાકાત 24 અધિકારીઓએ દોડાવાયા, ગામમાં સરકારી કર્મચારીઓની હાજરીથી લઈ ઉપલબ્ધ સુવિધાઓની ચકાસણી કરાઈ

મોરબી જિલ્લામાં વહીવટી તંત્ર દ્વારા 24 ગામોમાં ઓચિતું ચેકીંગ

મોરબી : મોરબી જિલ્લા કલેક્ટર કે.બી. ઝવેરીના માર્ગદર્શન હેઠળ જિલ્લા વહીવટી તંત્ર પ્રજા હિત માટે સતત કાર્યરત છે. વહીવટી તંત્રના અધિકારીઓ દ્વારા સમયાંતરે ગામડાઓની મુલાકાત લઈ ગામની સવલતો અને ખૂટતી સુવિધાઓ સહિતની બાબતો અંગે અંગત રસ લઈ સમીક્ષા કરવામાં આવે છે. ત્યારે જિલ્લાના ગામડાઓમાં વહીવટી કાર્યક્ષમતા અને નાગરિકલક્ષી સેવાઓના વિતરણને સુનિશ્ચિત કરવાના હેતુસર આજે તા.૦૩ ના રોજ વહીવટી તંત્રના ૨૪ અધિકારીઓ દ્વારા જિલ્લાના ૨૪ ગામડાઓની મુલાકાત લઇ ગામડાઓનું મૂલ્યાંકન કરવામાં આવ્યું છે.

મોરબી જિલ્લામાં વહીવટી તંત્ર દ્વારા 24 ગામોમાં ઓચિતું ચેકીંગ

આ મુલાકાત અન્વયે મોરબી તાલુકાના ૧૧, માળિયા તાલુકાના ૫, હળવદ તાલુકાના ૩, ટંકારા તાલુકાના ૩ અને વાંકાનેર તાલુકાના ૨ ગામ મળી કુલ ૨૪ ગામમાં અધિકારીઓ દ્વારા વિવિધલક્ષી તપાસ અને સમીક્ષા કરવામાં આવી છે. આ આકસ્મિક મુલાકાત અંતર્ગત અધિકારીઓએ ગામડાઓમાં પીએચસી/ સીએચસી/ સબ સેન્ટરની કામગીરી અને સ્ટાફની હાજરી, તલાટી અને ગ્રામ સેવકની કામગીરી અને હાજરી, ગામમાં પીવાના પાણી બાબતે ઉપલબ્ધ સુવિધાઓ અને પડતી મુશ્કેલી, ગામમાં ગૌશાળા હોય તો ગૌશાળા ‘ગૌમાતા પોષણ યોજના’નો લાભ મેળવે છે કે કેમ ? તેમજ ગૌ વંશની નિભાવ અંગેની વ્યવસ્થા તથા સફાઈ અને ઉપલબ્ધ સુવિધાઓ, ગામમાં મોડેલ ફાર્મ આવેલ હોય તો દરરોજ કેટલા લોકો તેની મુલાકાત લે છે ? મોડેલ ફાર્મની મુલાકાત લેનાર લોકોને મોડેલ ફાર્મ વિશે માહિતગાર કરવામાં આવે છે કે કેમ ? તથા મોડેલ ફાર્મના ખેડૂતને થતા લાભ સહિતની બાબતોની તલસ્પર્શી તપાસ કરવામાં આવી છે.
આકસ્મિક મુલાકાત અનુસંધાને સરકારીની વિવિધ યોજનાઓ અને લોક કલ્યાણકારી સેવાઓ ગામડા સુધી પહોંચે અને રોડ-રસ્તા, આરોગ્યપ્રદ જીવનપ્રણાલી, પોષણયુક્ત ખોરાક, શિક્ષણ, સલામતી અને સુરક્ષા, પીવા અને સિંચાઈ માટેનું પાણી સહિતની પ્રાથમિક સુવિધાઓ ગ્રામ્ય વિસ્તાર માટે સુલભ બને તે બાબતો પર ખાસ ભાર મૂકવામાં આવી રહ્યો છે.