Sunday - Apr 26, 2026

મોરબીમાં વસવાટ કરતા મહેશ્વરી સમાજ દ્વારા ગણગોર મહોત્સવની ધામધૂમથી ઉજવણી

મોરબીમાં વસવાટ કરતા મહેશ્વરી સમાજ દ્વારા ગણગોર મહોત્સવની ધામધૂમથી ઉજવણી

લગાતાર 16 દિવસ સુધી વિવિધ કાર્યક્રમો યોજાયા

મોરબીમાં વસવાટ કરતા મહેશ્વરી સમાજ દ્વારા ગણગોર મહોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. મહેશ્વરી સમાજ દ્વારા ગણગોર મહોત્સવ અંતર્ગત લગાતાર 16 દિવસ સુધી વિવિધ કાર્યક્રમો યોજાયા હતા.જેનો મોટી સંખ્યામાં ભાવિકોએ લાભ લીધો હતો.

રાજસ્થાનમાં ગણગોર મહોત્સવનું વધુ મહત્વ હોય ત્યારે મોરબીમાં મોટી સંખ્યામાં રહેતા મ્હેંશ્વરી સમાજ દ્વારા લગાતાર 16 દિવસ સુધી ગણગોર મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ગણગોર મહોત્સવ નિમિતે 16 દિવસ સુધી વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. ખાસ કરીને આ મહોત્સવની ઉજવણી કરવા માટે મ્હેંશ્વરી સમાજની મહિલાઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. જેમાં મહિલાઓએ જણાવ્યું હતું કે, 16 દિવસની ઉજવણી એટલા માટે હોય છે કે માતા પાર્વતી આ દિવસોમાં પોતાના પિયરે ગયા હોય છે અને શંકર ભગવાન એમને તેડવા જાય છે. હોળીના દિવસોમાં આ પર્વ ઉજવાતો હોય હોળીના નાના મુઠીયા બનાવીને એનું પૂજન કરવામાં આવે છે. તેમજ શિવ પાર્વતીની મૂર્તિ બનાવીને પૂજન કરવામાં આવે છે. જેથી પાણી પવિત્ર વાસણમાં ભરી ગઢલો લઈને મંદિરે જઈ પૂજા અર્ચના કરવામાં આવે છે. આ ગઢલો પાણીનો ભરેલો હોય અને એને પવિત્ર માનવામાં આવે છે, ઘરમાં સુખ શાંતિ રહે તે માટે ગઢલો ફેરવવામાં આવે છે.પછી વિદાય કરીને 16 દિવસ સુધી આ કાર્યક્રમો યોજી ભગવાન સમક્ષ ઘરમાં સુખ શાંતિ પ્રાર્થના કરીએ છીએ.

મોરબીમાં વસવાટ કરતા મહેશ્વરી સમાજ દ્વારા ગણગોર મહોત્સવની ધામધૂમથી ઉજવણી