Friday - Oct 09, 2026

રામધન આશ્રમમાં ધામધૂમથી આષાઢી બીજની ઉજવણી

રામધન આશ્રમમાં ધામધૂમથી આષાઢી બીજની ઉજવણી

અષાઢી બીજના પાવન દિવસે મોરબીના રામધન આશ્રમ ખાતે રામદેવપીરનો પાટ, ભજન અને ભોજનનો કાર્યક્રમ યોજાયો હતો. અષાઢી બીજના દિવસે રામધન આશ્રમ ખાતે અનેક લોકોએ દર્શનનો લાભ લીધો હતો. મહંત ભાવેશ્વરી માના સાનિધ્યમાં સવારે યજ્ઞ, નેજા ઉત્સવ, સાંજે પ્રસાદ, પાટ તેમજ ભજનનો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં જયંતીભાઈ, ચુનીભાઈ, ત્રિભોવનભાઈ, કેશુભાઈ, દેવકરણભાઈ, દિલીપભાઈ, ગીરીશભાઈ ઘેલાણી, અજયભાઈ સહિતના મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. અષાઢી પર્વનું પર્વ પર  રત્નેશ્વરીબેને વક્તવ્ય આપ્યું હતું. આ આ અષાઢી બીજના પર્વને સફળ બનાવવા રામધન આશ્રમના સેવકોએ જહેમત ઉઠાવી હતી.