દરેક સમાજમાં એક એવી સંસ્થાઓ હોય કે જે નામ કે હોદાના મોહ વગર છુપી રીતે સમાજના આર્થિક રીતે નબળા વર્ગના જીવન જીવવવાના તમામ કોડ પુરા કરે છે. મોરબીના પાટીદાર સમાજમાં પણ એક એવી સંસ્થા છે કે જે સમાજના આર્થિક રીતે સાવ નબળા અને નિરાધાર લોકો હોય તેમના સારી રીતે જીવન જીવવાના તમામ અરમાનો પુરા કરે છે. જેમાં ઉમિયા માનવ સેવા ટ્રસ્ટ સમાજના નબળા વર્ગની તમામ જરૂરિયાત પૂરી પાડીને તેમને જીવનની મુખ્ય ધાંરમાં લાવવામાં મહદઅંશે સફળ થયું છે.
મોરબીના પાટીદાર સમાજ આમ તો આર્થિક સામાજિક રીતે મોભાદાર અને સુખી સંપન્ન ગણાય છે. પણ સમાજના ઘણા એવા લોકો હોય છે કે જે આર્થિક રીતે સુખી સંપન્ન હોતા નથી ઘણા લોકો નિરાધાર તો કેટલાક વૃદ્ધો ખરાબ પરિસ્થિતિ હોય તેમજ વિધવા અને ત્યકતા લોકોનું જીવન ધોરણ ખૂબ જ કઠિન હોય છે. આવા લોકો સારી રીતે જીવન જીવી શકે તે માટે તેમને મદદરૂપ થવા સમાજના કેટલાક સેવાભાવી લોકોએ 2012માં ઉમિયા માનવ સેવા ટ્રસ્ટ ખોલ્યું અને સમાજમાં નબળા વર્ગનો સર્વે કરીને મદદ આપવાનું શરૂ કર્યું, જેમાં આ ટ્રસ્ટનો ઉદેશ એવો હતો કે, સમાજમાં જે લોકો સુખી સંપન્ન ન હોય, વિધવા કે ત્યકતા થઈ જવાથી જીવન લાચારીમય બની ગયું હોય, વિકલાંગતા કોરી ખાતી હોય, સંતાનોની ફી ભરી ન શકતા હોય, વૃદ્ધ થઈ ગયા પછી કોઈ ધ્યાન આપતું ન હોય અને નિરાધાર હાલતમાં રહેતા હોય એવા તમામ લોકોને મદદ કરીને જીવનની મુખ્યધારામાં લાવવા. ઉમિયા માનવ સેવા ટ્રસ્ટ આવા જરૂરિયાતમંદ લોકોને સ્કૂલની ફી, મેડિકલ, આર્થિક સહાય, કપડાં તેમજ જીવન જરૂરિયાતની તમામ ચીજવસ્તુઓ પુરી પાડે છે.2012.આ 11 ટ્રસ્ટીથી ચાલુ થયેલી આ સંસ્થામાં આજે 175 ટ્રસ્ટીઓ સેવા કાર્ય કરી રહ્યા છે. શરૂઆતમાં 131 પરિવારોને મદદરુપ બનતા હવે સંસ્થા વટવૃક્ષ બની જતા હાલ 270 પરિવારોને મદદ કરીને આર્થિક રીતે સધ્ધર કર્યા છે. દર મહિને આ પરિવારોને રૂ. 1 હજાર રોકડા, 12 મહિના માટે કપડાં, કોઈપણ મેડિકલ ઇમરજન્સી આવે ત્યારે બિલ આપે એટલે આર્થિક સહાય તેંમજ સ્કૂલ ફી ભરી શૈક્ષણિક સહાય આપવામાં આવે છે.
ઉમિયા માનવ સેવા ટ્રસ્ટએ સમાજમાં ક્યાં લોકોને કેવી જરૂર છે તેનો ઘરેઘરે ફરીને સર્વે કર્યો અને પાંચ વર્ષ પહેલાં મદદ માટે ધોરણો નક્કી કરતા અને જાતે જ આવા લોકોની શોધખોળ કરીને તેમની ખરાબ અને દયનિય હાલત જોઈને મદદરૂપ બનતા પરંતુ પાંચ વર્ષ પછી હાલ 15 કરોડના ખર્ચ 20 વિઘા જમીનમાં ખુબજ મોટું વિશાળ કેમ્પસનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે .જેને માનવ મંદિર એવું નામ આપવામાં આવ્યું છે. આ 20 વિઘા જમીનમાં એસી સાથેનું મોટું બિલ્ડીંગ તૈયાર કરી તેમાં 200 લાભાર્થીઓ આરામથી રહી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી રહી છે. દરેક રૂમમાં કેટલા વ્યક્તિને રાખવા તેમજ દરેક રૂમમાં પાણી સહિતની તમામ રૂમ એસીવાળા બનાવવામાં આવ્યા છે.
માનવ મંદિરમાં રહેતા લોકો માટે મેડિકલની વ્યવસ્થા કરવામાં આવી છે દરરોજ આ લોકોનું મેડિકલ ચેકઅપ કરવામાં આવે છે. જ્યારે સરકાર પાસે માનવ મંદિર બનાવવા માટે અગાઉ જમીન માંગવા ગયા ત્યારે એક કરોડ રૂપિયામાં 50 ટકાના ફાયદામાં આપવામાં આવી હતી. જો કે આ જમીનની મૂળ કિંમત 4 કરોડ હતી. પણ સંસ્થાનું કાર્ય જોઈને સરકારે મોટા ફાયદા સાથે જમીન આપી છે.
ઉમિયા માનવ સેવા ટ્રસ્ટ દ્વારા નબળા વર્ગના લોકોના રહેવા માટે આ માનવ મંદિર બનાવવામાં આવ્યું તેમાં મેફિકલ, પ્રાથમિક સુવિધાઓ તેમજ મોરબીની ફાર્મ ફૂડ,શાકભાજી સહિતની ફેસેલીટી સાથે બગીચા બનાવવામાં આવ્યા છે. આ માનવ મંદિર હજુ દિવાળી પછી શરૂ થશે. પણ અત્યારે સંસ્થા જરૂરિયાત મંદ લોકોના ઘરેઘરે જઈને સહાય પહોંચાડે છે.
આવડી મોટી સંસ્થા કોના આર્થિક યોગદાનથી ચાલતી હશે અને કેટલા રૂપિયાની જરૂર પડતી હશે તેમજ ક્યાંથી રૂપિયો આવતો હશે તેવો સવાલ દરેકને જરૂર થાય પણ આ સંસ્થામાં જેટલા ટ્રસ્ટીઓ છે તે જાતે જ ખર્ચો ઉઠાવે છે. 175 ટ્રસ્ટીઓમાં દરેક ટ્રસ્ટીને એક વર્ષ દરમિયાન 51 હજાર રૂપિયા આપવાના હોય છે. એ રૂપિયા જાતે કાઢે તો પણ ભલે અને બીજા ગ્રુપ કે દાતાની મદદ લે તો પણ ભલે. દર વર્ષે એને 51 હજાર આપવાના તો ખરા જ. ફરજીયાત ટ્રસ્ટી રહેવા માટે આટલા રૂપિયા સંસ્થા જમા કરાવવા જ પડે છે. આ સંસ્થા કોઈ દાનવીર પાસે લાંબો હાથ કરવા જતી નથી.