Wednesday - Apr 22, 2026

મોરબીમાં કાર હડફેટે તરુણીના મોતના બનાવમાં ગુન્હો દાખલ

મોરબીમાં કાર હડફેટે તરુણીના મોતના બનાવમાં ગુન્હો દાખલ

મોરબી : સાતેક દિવસ પૂર્વે મોરબીના ઘુટુ ગામ નજીક રસ્તો ઓળંગી રહેલ સગીરાને હડફેટે લઈ ફૂટબોલની જેમ ઉછાળી અકસ્માત સર્જી મોતને ઘાટ ઉતારનાર કાર ચાલક વિરુદ્ધ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ ગત તા.14ના રોજ મોરબીના ઘુટુ નજીક જીજે -36-એજે-6647 નંબરના કાર ચાલકે મોરબી માસીના ઘેર વેકેશનમાં આવેલ પડધરી ગામની રહેવાસી ઝરણા દિલીપભાઈ જાદવ ઉ.13ને હડફેટે લઈ મૃત્યુ નિપજાવતા બનાવ અંગે સીટી બી ડિવિઝન પોલીસે ઝરણાના પિતા દિલીપભાઈ નરસીભાઈ જાદવની ફરિયાદને આધારે કાર ચાલક વિરુદ્ધ ગુન્હો રજીસ્ટર કર્યો હતો.