Sunday - May 03, 2026

મોરબીના ધરમપુર નજીક પુલ પરથી કાર નીચે પાણીમાં ખાબકી, ચારનો ચમત્કારિક બચાવ

મોરબીના ધરમપુર નજીક પુલ પરથી કાર નીચે પાણીમાં ખાબકી, ચારનો ચમત્કારિક બચાવ

મોરબી : મોરબીના ધરમપુર ગામ પાસે એક કાર પુલ પરથી નીચે પાણીમાં ખાબકી હોવાનો બનાવ બન્યો હતો. મળતી વિગતો પ્રમાણે ધરમપુર ગામ પાસે આવેલા પુલ પરથી પસાર થઈ રહેલી એક થાર કાર પુલ પરથી કુદીને નીચે પાણીમાં ખાબકી હતી. કારમાં ચાર લોકો સવાર હોવાની વિગતો મળી છે જો કે જાનહાનિના કોઈ સમાચાર મળ્યા નથી. સવારે ક્રેન બોલાવીને ક્રેનની મદદથી કારને પાણીમાંથી બહાર કાઢવામાં આવી હતી. કાર નીચે ખાબકતા કારમાં નુકસાન થયું હોવાનું જાણવા મળ્યું છે. મોરબી ધરમપુરને જોડતા એકમાત્ર પુલ પર આ ઘટનાના કારણે ટ્રાફિકજામ પણ સર્જાયો હતો.

મોરબીના ધરમપુર નજીક પુલ પરથી કાર નીચે પાણીમાં ખાબકી, ચારનો ચમત્કારિક બચાવ