Friday - Jan 24, 2025

પંચાસર રોડની ચક્કાજામ ના બોક્સ

પંચાસર રોડની ચક્કાજામ ના બોક્સ

બપોરનું ભોજન રોડ ઉપર જ લઈને કલાકો સુધી ચક્કાજામ રાખ્યો

મોરબીના પંચાસર રોડ પર આવેલા શ્યામ-1 સોસાયટીમાં રોડના અધુરા કામ બાબતે આજે સ્થાનિકોએ રોડ પર ઉતરીને ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. રોડ ચક્કાજામ કરીને રોડનું કામ પૂરું કરવા માટે માગ કરી હતી.  છેલ્લા 9 મહિનાથી રોડનું કામ બંધ હાલતમાં છે. સવારે ચાલુ થયેલ ચક્કાજામ બપોર સુધી એટલે કલાકો સુધી યથાવત ફહ્યો હતો. લોકોએ ત્યાં જ બપોરનું ભોજન લઈને ચક્કાજામ ચાલુ રાખ્યો હતો. વધુમાં જ્યાં સુધી ચીફ ઓફિસર લેખિતમાં બાહેંધરી નહિ આપે ત્યાં સુધી ચક્કાજામ ચાલુ રાખવાનું સ્થાનિકોએ જણાવ્યું છે.

કમિશન આપ્યું નહિ એટલે બિલ અટકાવવામાં આવ્યા


આ મામલે ભાજપના પૂર્વ કાઉન્સિલર શૈલેષ માકાસણાએ જણાવ્યું કે આ રોડનું ટેન્ડર એક એજન્સીને મળ્યું હતું. પણ એજન્સીએ ટેન્ડર પરત ખેંચી લીધું હતું. ત્યારે ધારાસભ્યએ કહ્યું કે તમે લોકો રૂપિયા ઉઘરાવીને રોડ બનાવી લ્યો પછી રૂપિયા પાલિકા રૂપિયા આપી દેશે. પૂર્વ કાઉન્સિલરે વધુમાં ઉમેર્યું કે મે આમાં મારા રૂ.20 લાખ રોક્યા છે. પાલિકા બિલ પાસ કરતી નથી. આમાં રોડનું કામ આગળ કેમ વધારવું ?તેઓએ એવા પણ આક્ષેપ કર્યા કે કમિશન આપ્યું નહિ એટલે બિલ અટકાવવામાં આવ્યા છે.

પંચાસર રોડની ચક્કાજામ ના બોક્સ

ગ્રાન્ટને કારણે કામ અટક્યું છે.


પંચાસર રોડની સોસાયટીના પૂર્વ કાઉન્સિલરએ જણાવ્યું હતું કે નગરપાલિકાએ આ રોડના કામનું પેમેન્ટ અટકાવી દીધું છે. કોન્ટ્રાક્ટરને બિલ ન આપતા તેણે કામ બંધ કરી દીધું છે. પણ ચીફ ઓફિસર કુલદીપ સિંહ વાળાએ જણાવ્યું હતું કે, આ કામ બિલને કારણે નહિ પણ ગ્રાન્ટના અભાવે અટક્યું છે. ગ્રાન્ટ આવશે એટલે કામ શરૂ થઈ જશે.

પંચાસર રોડની ચક્કાજામ ના બોક્સ