Saturday - May 09, 2026

મોરબીના કાંતિનગરમાં બુટલેગરનું ગેરકાયદે મકાન તોડી પડાયું

મોરબીના કાંતિનગરમાં બુટલેગરનું ગેરકાયદે મકાન તોડી પડાયું

મોરબી : મોરબીના કાંતિનગર વિસ્તારમાં એક દારૂના ગુનામાં સંડોવાયેલ આરોપીના ગેરકાયદેસર રીતે ખડકાયેલા ઘરનું આજે ગ્રામ્ય મામલતદારની ટિમ દ્વારા ડીમોલેશન હાથ ધરવામાં આવ્યું હતું.

મોરબીના કાંતિનગર વિસ્તારમાં રહેતા અનવરભાઈ હાજીભાઈ માલણી અગાઉ દારૂના ગુનામાં સંડોવાયેલા હોય, તેઓનું સરકારી ખરાબાની જગ્યામાં ઘર હોવાથી બી ડિવિઝન પોલીસે જાણ કરતા ગ્રામ્ય મામલતદારની ટિમ દ્વારા બે નોટિસો આપવામાં આવી હતી. નોટિસો બાદ સ્વૈચ્છિક રીતે દબાણ દૂર કરવામાં ન આવતા આજે બી ડિવિઝન પોલીસના ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ગ્રામ્ય મામલતદારની ટીમે ડીમોલેશન હાથ ધરી 150 ચો.મી. જગ્યા ખુલ્લી કરાવી છે. અને અંદાજે એક કરોડની બજાર કિંમતની જગ્યા ખુલ્લી કરાવવામાં આવી છે.