Monday - Jul 06, 2026

મોરબી નજીક બુટલેગર પોલીસે જોઈ જતા દારૂ ભરેલી કાર મુકI ફરાર

મોરબી નજીક બુટલેગર પોલીસે જોઈ જતા દારૂ ભરેલી કાર મુકI ફરાર

મોરબી તાલુકા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન ટીંબડી ગામની સીમમાં પાટીદાર ટાઉનશીપ નજીકથી જીજે - 36 - એએલ - 5300 નંબરની શંકાસ્પદ કાર રોકવા પ્રયાસ કરતા કાર ચાલક કાર રેઢી મૂકી ફરાર થઈ ગયો હતો. પોલીસે કાર ચેક કરતા કારમાંથી 660 લીટર દેશી દારૂ, એક મોબાઈલ કિંમત રૂપિયા 10,000 મળી આવતા પોલીસે 3 લાખની કિંમતની કાર સહિત 4 લાખ 92 હજારની કિંમતનો મુદ્દામાલ કબ્જે કરી કાર નંબરના આધારે નાસી ગયેલા શખ્સ વિરુદ્ધ ગુન્હો રજીસ્ટર કર્યો હતો.