Tuesday - May 05, 2026

મોરબી જિલ્લાની 4 શાળાઓને સક્ષમ શાળા' પ્રોજેક્ટ હેઠળ બ્લોક કક્ષાનો એવોર્ડ

મોરબી જિલ્લાની 4 શાળાઓને સક્ષમ શાળા' પ્રોજેક્ટ હેઠળ બ્લોક કક્ષાનો એવોર્ડ

મોરબી : રાજ્યના સમગ્ર શિક્ષા અભિયાન દ્વારા સંચાલિત 'સક્ષમ શાળા કાર્યક્રમ' અંતર્ગત મોરબી જિલ્લાની વધુ ચાર શાળાઓને બ્લોક કક્ષાએ 'ઓવરઓલ કેટેગરી'માં વિજેતા જાહેર કરવામાં આવી છે. શાળા દીઠ ₹11,000ની પ્રોત્સાહક ગ્રાન્ટ ફાળવવામાં આવી છે. આ એવોર્ડ માટેની પસંદગી 'સક્ષમ શાળા એપ્લિકેશન' પર કરવામાં આવેલા બેઝલાઈન સર્વેના આધારે કરવામાં આવી હતી. જેમાં સી.આર.સી., બી.આર.સી. કો-ઓર્ડિનેટર અને તાલુકા કક્ષાની કમિટી દ્વારા શાળાઓનું ઝીણવટભર્યું ક્રોસ વેરિફિકેશન કરવામાં આવ્યું હતું. જે શાળાઓએ શૈક્ષણિક અને વહીવટી સ્તરે 4 સ્ટાર અને 5 સ્ટાર રેટિંગ મેળવ્યા છે, તેમને આ સન્માન માટે પાત્ર ગણવામાં આવી મોરબી જિલ્લાની જે ચાર શાળાઓને આ ગૌરવશાળી એવોર્ડ પ્રાપ્ત થયો છે. જેમાં હળવદ પે સેન્ટર શાળા-4, માળિયા મિયાણાની કુંભારી પ્રાથમિક શાળા, મોરબીની માધાપર વાડી કન્યા શાળા અને ટંકારાની ઓરપેટ કન્યા વિદ્યાલયની પસંદગી કરવામાં આવી છે.

મોરબી જિલ્લાની 4 શાળાઓને સક્ષમ શાળા' પ્રોજેક્ટ હેઠળ બ્લોક કક્ષાનો એવોર્ડ