શહેર ભાજપ પ્રમુખ, શહેર ભાજપ મહામંત્રી, જિલ્લા ભાજપ ઉપપ્રમુખ, PSI ઠક્કર, PSI સોમૈયા સહીતનાં અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા : જલારામ ધામના અગ્રણીઓએ કર્યું અભિવાદન
મોરબી: શ્રી જલારામ ધામ મહિલા મંડળ-મોરબી દ્વારા સર્વ પિતૃ મોક્ષાર્થે ૧૦૦૮ મહામંડલેશ્વર રતનેશ્વરીદેવીજીના વ્યાસાસને શ્રીમદ્ ભાગવત્ સપ્તાહ જ્ઞાનયજ્ઞનું અનેરુ આયોજન કરાયું છે. ત્યારે મોરબી શહેર ભાજપ પ્રમુખ રીષીપભાઈ કૈલા, શહેર ભાજપ મહામંત્રી ભૂપતભાઈ જારીયા, શહેર ભાજપ મહામંત્રી ભાવેશભાઈ કંઝારીયા, મોરબી લોહાણા મહાજનના સદસ્ય-એડવોકેટ & નોટરી-મોરબી જિલ્લા ભાજપ ઉપપ્રમુખ કાજલબેન ચંડીભમર, PSI દીલીપભાઈ ઠક્કર, PSI હરેશભાઈ સોમૈયા સહીતના અગ્રણીઓએ કથા શ્રવણનો લાભ લીધો હતો. તેમજ મોરબી જલારામ ધામની સેવાકીય પ્રવૃતિઓને બિરદાવી હતી. મોરબી જલારામ ધામના અગ્રણીઓ દ્વારા ઉપસ્થિત મહાનુભવોનું અભિવાદન કરવામાં આવ્યુ હતુ.