Sunday - May 03, 2026

ભાજપ દ્વારા મોરબી જિલ્લાના 6 મંડલ પ્રમુખોની વરણી

ભાજપ દ્વારા મોરબી જિલ્લાના 6 મંડલ પ્રમુખોની વરણી

મોરબી : ભાજપ દ્વારા મોરબી જિલ્લાના 6 મંડલ પ્રમુખોના નામની જાહેરાત કરવામાં આવી છે. આ તમામ નવા પ્રમુખો ઉપર ઠેર ઠેરથી અભિનંદન વર્ષા થઈ રહી છે.

મોરબી શહેર ભાજપ પ્રમુખ તરીકે રિષીપભાઈ કૈલા જ્યારે મોરબી તાલુકા ભાજપ પ્રમુખ તરીકે વિશાલભાઈ બેચરભાઈ ઘોડાસરાની નિમણુંક કરવામાં આવી છે. જ્યારે માળિયા મિયાણા તાલુકા પ્રમુખ તરીકે રાજેશભાઈ આપાભાઈ હુંબલ, માળિયા શહેર ભાજપ પ્રમુખ તરીકે અલ્યાસભાઈ મુસાભાઈ મોવર, હળવદ તાલુકા ભાજપ પ્રમુખ તરીકે ભરતભાઇ લઘરાભાઈ કંઝારિયા તથા હળવદ શહેર ભાજપ પ્રમુખ તરીકે તપનભાઈ રાજેન્દ્રભાઈ દવેની વરણી કરવામાં આવી છે.