મોરબી : મોરબીની મહેન્દ્રનગર ચોકડી પાસે બ્રિજ નજીક ગત તા.9ના રોજ જીજે - 36 - વી - 5149 નંબરના ડમ્પર ચાલકે પુરપાટ ઝડપે પોતાનું ડમ્પર ચલાવી જીજે - 36 - એએસ - 0936 નંબરનું જયુપીટર મોટર સાયકલ લઈને જઈ રહેલા જગદીશભાઈ પાટડીયાને હડફેટે લેતા હાથ તેમજ પગના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા મૃત્યુ નીપજ્યું હતું. અકસ્માતના આ બનાવ અંગે મૃતકના પુત્ર હિતેશભાઈ જગદીશભાઈ પાટડીયા રહે.શિવમપાર્ક, સર્કિટ હાઉસ પાસે, મોરબી વાળાએ ડમ્પર ચાલક વિરુદ્ધ સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.