Wednesday - Nov 05, 2025

વાંકાનેરમાં ઘર પાસેથી બાઈકની ઉઠાંતરી

વાંકાનેરમાં ઘર પાસેથી બાઈકની ઉઠાંતરી

વાંકાનેર : વાંકાનેર શહેરમાં આવેલ અમરનાથ સોસાયટીમાંથી અજાણ્યો તસ્કર ફરિયાદી મનસુખભાઇ ગોરધનભાઇ જોળિયાના ઘર પાસે પાર્ક કરેલ જીજે - 04 - સીએસ - 2469 નંબરનું રૂપિયા 25 હજારની કિંમતનું મોટર સાયકલ ગત તા.1ના રોજ ડુપ્લીકેટ ચાવી વડે લોક ખોલી અગર તો લોક તોડી ચોરી કરી લઈ જતા બનાવ અંગે ઇ એફઆઈઆર નોંધાવતા પોલીસે વાહનચોરી અંગે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે.