Saturday - May 02, 2026

વાંકાનેરના ગૂંદાખડા ગામે ભીમે પોતાના નખથી શીલા પર ગણપતિની પ્રતિમા બનાવેલી

આજથી ગણેશ મહોત્સવનો પ્રારંભ થનાર છે. ત્યારે આપણે એવા એક ગામની વાત કરી રહ્યા છીએ કે જ્યાં સૌથી પ્રાચીન ગણપતિ બાપાનું મંદિર આવેલું છે. આ મંદિર બનાવવાનો શ્રેય મહાભારતના પાંડવોને જાય છે. જેમાં મોરબી જિલ્લાના વાંકાનેરના ગૂંદાખડા ગામે આજે પણ આ મંદિર મૌજુદ છે. જેનો પાયો મહાભારત કાળમાં નખાયો હોવાની લોકવાયકા છે.
 

વાંકાનેરના ગૂંદાખડા ગામે ભીમે પોતાના નખથી શીલા પર ગણપતિની પ્રતિમા બનાવેલી

વાંકાનેરના ગૂંદાખડા ગામે આવેલ ગણેશ મંદિરના મહંત કહે છે કે, તેમનું ગામ મહાભારત કાળ સાથે સંકળાયેલું છે. ત્યારે અહીં ગામ ન હતું માત્ર શિલાઓ મોટા પથ્થરો અને વનરાવન હતું મહાભારત વખતે પાંડવો અને કૌરવો વચ્ચે મનભેદ થયો ત્યારે પાંડવોને લાક્ષાગૃહમાં સળગાવી દેવાનું દુર્યોધને ષડયંત્ર રચ્યું હતું. પણ એમાંથી પાંડવો અને માતા કુંતા આબાદ બચી ગયા હતા. ત્યારબાદ પાંડવોએ વનવાસ ભોગવ્યો અને વનવાસ દરમિયાન પાંડવો અને માતા કુંતા અહીં આવીને રોકાયા હતા. ત્યારે શિલાઓ હોવાથી ત્યાં પાંડવો અને માતા કુંતા ગુફા બનાવીને રહેતા હતાં. તે દરમિયાન ભીમે શીલાઓ ઉપર નખથી સુંદર રીતે કોતરણી કરીને ભગવાન ગણેશજીની પ્રતિમા બનાવી હતી અને તેનું પૂજન કર્યું હતું. આજે પણ તે જ શીલા પર ભગવાન ગણેશજીની કોતરણી કરેલી પ્રતિમા મૌજુદ છે. વર્ષો પછી અહીંયા ગામ બન્યું અને વર્ષો સુધી ગણેશજીની શીલા પર પ્રતિમા સાથે પૂજન થતું પણ ધીરેધીરે  મંદિર બની ગયું છે. આ જગ્યા ઉપરથી કોઈપણ વ્યક્તિ પસાર થાય કે દર્શન કરે તો તે ધન્ય બની જાય છે એવી લોકવાયકા છે. તેમજ માનતા, બાધા રાખે તો લોકો સાજા નરવા થઈ જાય છે. મંદિરની બાજુમાં કૂવો આવેલો છે. જે નવલખો કૂવો તરીકે પ્રચલિત છે.અગાઉના જમાનામાં નવ લાખ ગાયો એકસાથે કૂવામાં પાણી પીવા જતી એટલે આ કૂવો નવલખો કૂવો ઓળખાય છે. ગણેશ મહોત્સવમાં ઘણા લોકોએ અનેક ગણેશજીની પ્રતિમા જોય હશે પણ અહીંયા પાંડવોએ પોતાના નખેથી શીલા પર કોતરણી કરીને ગણપતિ બનાવ્યા એ જોવા સૌભાગ્ય ગણાય છે.

વાંકાનેરના ગૂંદાખડા ગામે ભીમે પોતાના નખથી શીલા પર ગણપતિની પ્રતિમા બનાવેલી