Thursday - Apr 23, 2026

મોરબીમાં ભીમ અગિયારસ આવતા જ જુગારની મોસમ શરૂ, જુગાર રમતા 9 ઝડપાયા

મોરબીમાં ભીમ અગિયારસ આવતા જ જુગારની મોસમ શરૂ, જુગાર રમતા 9 ઝડપાયા

ભીમ અગિયારસ નજીક આવતા જ મોરબી શહેર જિલ્લામાં જુગારની મોસમ શરૂ થઈ હોય તેમ જુગારીઓ મેદાનમાં આવતા પોલીસ પણ સજ્જ બની મેદાને આવી છે.ગઈકાલે મોરબી શહેર અને તાલુકા પોલીસે અલગ અલગ ત્રણ દરોડામાં 9 જુગારઓને ઝડપી લીધા હતા.

પ્રથમ દરોડામાં મોરબી સીટી એ ડિવિઝન પોલીસે ગ્રીનચોક નજીક સાંકડી શેરીમાં જાહેરમાં જુગાર રમી રહેલા આરોપી મકબુલ બશીરભાઈ બ્લોચ, રમઝાન ઓસમાણભાઈ રાઉમા અને આરોપી ઇમરાન સીદીકભાઈ બ્લોચને તીનપતિ રમતા ઝડપી લઈ રોકડા રૂપિયા 590 કબજે કર્યા હતા.
જ્યારે સીટી બી ડિવિઝન પોલીસે વીસીપરામાં સરદારજીના બંગલા પાસે જાહેરમાં જુગાર રમી રહેલા આરોપી કાનજીભાઈ મગનભાઈ શ્રીમાળી, અર્જુનસિંગ જીવનસિંગ રાજપૂત, જયેશ માણેકલાલ ત્રિવેદી, સૌક્ત ઇસ્માઇલભાઈ સાઈચા અને વિજય નાગજીભાઈ રાવ નામના શખ્સોને રોકડા રૂપિયા 18,000 સાથે ઝડપી લઈ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.
ત્રીજા દરોડામાં મોરબી તાલુકા પોલીસે ભડિયાદ ગામના ફાટક પાસેથી મૂળ રાજસ્થાનના વતની એવા આરોપી નારખાભાઈ ઇશાકભાઈ અકી રહે.લાલપર ગામ વાળાને જાહેરમાં વરલી મટકાના આંકડા લખી જુગાર રમાડતા ઝડપી લઈ રોકડા રૂપિયા 720 તેમજ વરલી મટકાનું સાહિત્ય કબજે કરી જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.