Sunday - Jul 05, 2026

વાંકાનેરના હશનપર અને જેતપરડા ગામે બેલાની ગેરકાયદે ખાણ પકડાઇ

વાંકાનેરના હશનપર અને જેતપરડા ગામે બેલાની ગેરકાયદે ખાણ પકડાઇ

ખાણ ખનીજ વિભાગે ગેરકાયદે ખાણકામ મામલે હિટાચી, જેસીબી અને ડમ્પર સહિત 1 કરોડના વાહનો કબ્જે કર્યા

મોરબી : મોરબી જિલ્લામાં બેફામ ખનીજ ચોરી વચ્ચે વાંકાનેર તાલુકામા ફાયર કલે અને સેન્ડ સ્ટોન એટલે બેલાની ગેરકાયદે ખાણો ધમધમી રહી છે ત્યારે ખાણ ખનીજ વિભાગે જેતપરડા અને હશનપર ગામે દરોડો પાડી એક જેસીબી, એક હિટાચી અને એક ડમ્પર સહિત 1 કરોડના વાહનો કબ્જે કરી વાંકાનેર સીટી પોલીસ મથકે જમા કરાવી દંડનીય કાર્યવાહી હાથ ધરી હતી.

મોરબી ખાણ ખનીજ વિભાગે વાંકાનેર તાલુકામાં અલગ અલગ બે જગ્યાએ ગેરકાયદેસર બેલાની ખાણ ઝડપી લીધી હતી જેમાં પ્રથમ દરોડામાં જેતપરડા ગામે ક્યુરેકસ કારખાના પાછળનાં ભાગે દરોડો પાડી સેન્ડ સ્ટોનનું ખોદકામ કરતા જેસીબી નંબર GJ-36-S-3848 ઝડપી લીધું હતું. જ્યારે બીજા દરોડામાં હશનપર ગામે ગેગડી વિસ્તારમાં દરોડો પાડી સેન્ડ સ્ટોનના ખોદકામ કરતા ટાટા હિટાચી મશીમ તેમજ એક ડમ્પર નંબર GJ-18-AX-8418 ને ગેરકાયદેસર ખાણકામ કરી વહન કરવા બદલ પકડી સીઝ કરી સીટી પોલીસ મથકે જમા કરાવી દંડનીય કાર્યવાહી હાથ ધરી હતી.