Thursday - Apr 30, 2026

જામનગરમાં હજીરા દરગાહની દાનપેટીમાં ચોરી કરનાર બેલડી મોરબીમાંથી ઝડપાઇ

જામનગરમાં હજીરા દરગાહની દાનપેટીમાં ચોરી કરનાર બેલડી મોરબીમાંથી ઝડપાઇ

મોરબી : જામનગરના વ્હોરાના હજીરામાં આવેલ દરગાહની અંદર આવેલ દાનપેટી તોડીને ચોરી થયો હોવાનો બનાવ સામે આવતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.તેથી બાતમીના આધારે આ દરગાહની અંદર આવેલ દાનપેટીમાંથી ચોરી કરનાર બે શખ્સોને મોરબી સીટી બી ડિવિઝન પોલીસે ઝડપી ચોરીનો ભેદ ઉકેલ્યો છે.

મોરબી સીટી બી ડીવી પો.સ્ટે. ના સુપરવિઝન હેઠળ અત્રેનો સર્વેલન્સ સ્ટાફ પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન સર્વેલન્સ સ્ટાફના અ.હે.કો. જે.જે.ડાંગર અ.પો.કો. પ્રદીપસિંહ ઝાલા, શક્તિસીંહ જાડેજા, અજયસિંહ તિખુભાને બાતમી હકીકત મળેલ કે, થોડા દીવસ પહેલા જામનગરના સુભાષ બ્રીજની બાજુમાં આવેલ પ્રસીધ્ધ વ્હોરા સમાજની દરગાહમા થયેલ ચોરીના બન્ને આરોપીઓ બુલેટ મો.સા. સાથે મોરબીમા ચોરી કરવા માટે માળીયા બાજુથી નવલખી ફાટક બાજુ આવે છે એવી રીતે મળેલ બાતમી આધારે પોલીસ સ્ટાફે નવલખી ફાટક પાસે વોચ તપાસમાં રહેતા નવલખી ફાટક પાસેથી આરોપી સિકંદર ઉર્ફે સીકલો સિદિકભાઈ પઢિયાર તથા વિવેક બીરેન્દ્રસિંઘ ચૌહાણને બુલેટ મો.સા. સાથે ચોરીના મુદામાલ સાથે પકડી આરોપીઓ વિરૂધ્ધ કાયદેશરની કાર્યવાહી કરેલ છે.


આમ પોલીસે જામનગરમાં આવેલ પ્રસીધ્ધ વ્હોરાના હજીરામાં આવેલ દરગાહની અંદર થયેલ ચોરીના આરોપીઓ મોરબીમા ચોરી કરે તે પહેલા પકડી પાડેલ હતો. તથા આરોપી સિકંદર પાસેથી રોકડ રૂ.50,000 તથા આરોપી વિવેક પાસેથી રૂ.55,000 તેમજ ચોરી કરવામાં આવેલ રોયલ ઇનફિલ્ડ કંપનીનું બુલેટ નં.GJ03-NR-9200 (કિંમત રૂ.75,000) સહિતનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. ઝડપાયેલ બન્ને આરોપી અગાઉ પણ અનેક ગુનાહીત પ્રવૃત્તિઓ પોલીસ ચોપડે ચડી ચુક્યા છે.