Thursday - Aug 20, 2026

સ્ટેશન રોડ ઉપર સદાવ્રત ચલાવતા બચુબાપાની ઝુંપડી હટાવી દેવાઈ.

સ્ટેશન રોડ ઉપર સદાવ્રત ચલાવતા બચુબાપાની ઝુંપડી હટાવી દેવાઈ.

મોરબી : મોરબીમાં આજે સ્ટેશન રોડ ઉપર મનપા દ્વારા દબાણ હટાવ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. આથી મનપાની આ દબાણ હટાવ ઝુંબેશ દરમિયાન સ્ટેશન રોડ ઉપર સદાવ્રત ચલાવતા બચુબાપાની ઝુંપડી ઝપટે ચડી ગઈ હતી. મનપાએ બચુબાપાની ઝુંપડી હટાવી દીધી હતી. આથી તેઓ રસ્તા ઉપર આવી ગયા હતા. તેઓ છેલ્લા 41 વર્ષથી લોકોને ટોકન દરે ભોજન કરાવી રહ્યા હતા. પણ તેમનું દબાણ દૂર થતાં તેમને આ બાબતનો જરાય રંજ ન હોવાનું જણાવ્યું હતું.