Wednesday - Sep 30, 2026

વાંકાનેરમાં રસ્તામાં ચાલવા મુદ્દે ખેતમજૂર અને માલિક ઉપર હુમલો

વાંકાનેરમાં રસ્તામાં ચાલવા મુદ્દે ખેતમજૂર અને માલિક ઉપર હુમલો

વાંકાનેર શહેરના જીનપરામા રહેતા જીતેશભાઈ વાલજીભાઈ ધરજીયાની વાડીમાં કામ કરતા જયેશભાઇ સાથે આરોપી રફીક જુમાભાઇ નામના શખ્સે રસ્તામાં ચાલવા અંગે ઝઘડો કરી માર મારતા જયેશભાઈએ શેઠ જીતેશભાઈને ફોન કરતા તેઓ બનાવ સ્થળે આવતા આરોપી રફીક છરી લઈને મારવા દોડતા જીતેશભાઈએ છરી પકડી લેતા ઇજાઓ પહોંચી હતી. બનાવ અંગે વાંકાનેર સીટી પોલીસે આરોપી રફીક વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.