ટંકારાના મેઘપર ઝાલા પ્રાથમિક શાળાના રમતવીરોએ જિલ્લા કક્ષાએ એથલેટિકની રમતમાં ભવ્ય જીત મેળવી છે. જેમાં 3 બાળકોમાથી 5 નંબર મેળવ્યા છે. સિંગાડ સકમી U17 લાબીકુદમા પ્રથમ, સિંગાડ પિન્કી U14 લાંબીકુદમા પ્રથમ 100મી દોડમા પ્રથમ, ભૂરીયા લક્ષ્મી U14 100મી દોડમા બીજો, 200મી દોડમા ત્રીજો નંબર મેળવ્યો છે. મેઘપર ઝાલા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીનીઓ રાજ્યમાં સિલેક્ટ થયા તેને માટે શાળા પરિવાર અને કોચ મનસુખભાઈ ખટાણાને અભિનંદન પાઠવ્યા છે.