Saturday - May 16, 2026

મોરબીના અયોધ્યાપુરી રોડ પર આવેલ જલારામ મંદિરે 287 દર્દીઓએ વિનામુલ્યે નેત્રમણિ કેમ્પનો લાભ લીધો.

મોરબીના અયોધ્યાપુરી રોડ પર આવેલ જલારામ મંદિરે 287 દર્દીઓએ વિનામુલ્યે નેત્રમણિ કેમ્પનો લાભ લીધો.

મોરબી :- જલારામ પ્રાર્થના મંદિર મોરબી ખાતે નેત્રમણિ કેમ્પ યોજાયો હતો આ કેમ્પ સ્વ. ચુનીલાલ કાથરાની (જુના નાગડાવાસ ) વાળા પરિવારના સહયોગથી યોજાયો હતો. આ વિનામૂલ્યે કેમ્પમાં 287 દર્દીઓએ આંખની સારવાર લઇ નેત્રમણિ આરોહણ કરી પોતાની દ્રષ્ટિ જીવંત કરી હતી, આ કેમ્પને સફળ બનાવા માટે લોહાણા સમાજના અગ્રણી લોકો જલારામ મંદિરના સેવકો દ્વારા ભારે જેહમત ઉઠાવી કેમ્પને સફળ બનવ્યો હતો. જેમાં નિર્મિતભાઈ કક્કડ અમિતભાઇ પોપટ ચિરાગ રાચ્છ જયેશભાઇ કંસારા ગીરીશભાઈ ઘેલાણી ભાવિનભાઈ ઘેલાણી અનિલભાઈ સોમૈયા અને હરીશભાઈ રાજા દ્વારા કેમ્પમાં માર્ગદર્શન પૂરું પાડ્યું હતું, એ ઉપરાંત 163 દર્દીને રાજકોટ ખાતે વિનામૂલ્યે નેત્રમણી ઓપરેશન માટે મોકલવામાં આવ્યા હતા. આ દર્દીઓની સારવાર રાજકોટ અને ગુજરાતની પ્રખ્યાત રણછોડદાસ બાપુ ચેરીટેબલ ટ્રસ્ટ હોસ્પિટલે કરવામાં આવશે.