હળવદ : હળવદ તાલુકાના સાપકડા ગામે રહેતા ઘનશ્યામભાઈ પરસોત્તમભાઈ મકવાણા ઉ.વ.57 પોતાની વાડીમાં રેઢિયાળ ઢોર ન આવે તે માટે ખેતરના શેઢે થાંભલા ખોડી વાયર બાંધવા કામ કરતા હતા. ત્યારે શેઢા પાડોશી એવા આરોપી મનસુખભાઇ ઉર્ફે મુનાભાઈ શેઢે ખોડેલા થાંભલા કાઢી નાખતા હોવાથી થાંભલા નહિ કાઢવાનું કહેતા આરોપીએ ઘનશ્યામભાઈના માથામાં લાકડાનો ધોકો ફટકારી ઇજા પહોંચાડતા બનાવ અંગે પોલીસ ફરિયાદ નોંધાઇ છે.