Monday - Aug 31, 2026

રાત્રે મહિલાએ પોલીસને ફોન કર્યો કે, "મારા પતિ સાથે ઝઘડો થયો હોવાથી હું આપઘાત કરું છું પતિને જાણ કરી દેજો "

રાત્રે મહિલાએ પોલીસને ફોન કર્યો કે,

મહિલાએ રાત્રે 11 વાગ્યે ફોન કરી તુરત જ બંધ કરી દેતા પૂરું નામ કે સરનામું ન હોવાથી લખધીરગેઇટ પોલીસ ચોકીની પીસીઆર ટીમે ગામ આખું, એપાર્ટમેન્ટ, સોસાયટીના દરેક મકાનો તપાસી 45 સુધી શોધખોળ કરતા આખરે લોકેશન મળ્યું અને મકાનની અંદર મહિલાને મહા મહેનતે આપઘાત કરતા બચાવો

(રવિ બરાસરા) : મોરબીના સામાકાંઠે નટરાજ ફાટક પાસે લખધીર ગેઇટ પોલીસ ચોકીની પીસીઆર વાનના કોન્સ્ટેબલ ગૌરવભાઈ કનુભાઈ ગઢવી, ઇન્ચાર્જ ઉજ્જવલ કુમાર ટાપરિયા, ડ્રાઇવર જયકીશન વીરપરિયા ગતરાત્રે બરાબર 11-05 મિનિટે ફરજ પર હતા. ત્યારે અમદાવાદથી 112માંથી ફોન ડાયવર્ટ થઇને આવ્યો હતો, ફોન કરનાર મહિલાએ રડતા અવાજે વેદના જણાવી હતી કે, મારે મારા પતિ સાથે ઝઘડો થયો છે અને ઝઘડો થતા મારા પતિએ મરી જવાનું કહી ધ્રાગધ્રા ગયા છે આથી મારે મરી જવું છે. હું આપઘાત કરું છું એની મારા પતિને જાણ કરી દેજો આટલું કહીને પીડિતાએ ફોન સ્વીચ ઓફ કરી દીધો હતો. જો કે આ પીડિતાએ પોતાનું આશાબેન લોદરિયા અને મહેન્દ્રનગરમાં રહે છે એટલું જણાવ્યું હતું.

બનાવની ગંભીરતાને ધ્યાને લઈને આ પીસીઆર વાન તુરંત જ મહેન્દ્રનગર પહોંચી હતી, પરંતુ આ ગામ ઘણું મોટું અને વિકસિત હોય તેમજ આપાપાસ એપાર્ટમેન્ટ અને સોસાયટીઓમાં અડધી રાત્રે એ મહિલાનો જીવ બચાવવા રીતસર સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. આ ટીમે મહેન્દ્રનગર આખા ગામને ખુંદી નાખ્યું હતું. એ નામની મહિલાની જાણ મળે તેવા અનેક મકાનોમાં લોકોને રાત્રે જગાડીને પૂછપરછ કરી હતી. ઉપરાંત મોટા મોટા એપાર્ટમેન્ટ અને દરેક સોસાયટીના એકએક. મકાનો ચેક કર્યા હતા. લગભગ 45 મિનિટ સુધી આ વાન સતત દોડતી રાખીને મહિલાની શોધખોળ કરી.હતી પણ ક્યાંયથી પત્તો લાગતો ન હતો. આમ છતાં કોન્સ્ટેબલ ગઢવીભાઈએ હિંમત હાર્યા વગર કન્ટ્રોલ રૂમમાં જાણ કરીને જ્યાં સુધી એ બહેનની ભાળ નહિ મળે ત્યાં સુધી શોધખોળ ચાલુ રાખવાનું કહીને પોતાની ફરજને નિષ્ઠાભેર બજાવી હતી.

આખરે ફોન ચાલુ થતા મહિલાની ભાળ મળી

પીસીઆર ટીમ મકાનોમાં તપાસ કરવાની સાથે પીડિતાએ કરેલા ફોન પર સતત સંપર્ક કરવાનો પ્રયાસ કરતા રહ્યા હતા અને આખરે મહિલાએ ફોન ચાલુ કર્યો એ સાથે પોલીસે એમની સાથે ખૂબ સંવેદનશીલતાથી વાત કરી આ પગલું ન ભરવા સમજાવ્યા હતા અને એમના ઘરનું સરનામું આપવાનું કહ્યું હતું. પણ મહિલાએ સરનામું આપ્યું ન હતું. પોલીસને એમનું મકાન શોધવામાં મુશ્કેલી એટલે પડી હતી કે, એક તો નામ પૂરું ન હોય ઉપરાંત તેઓ અહીં એક મહિનાથી જ આવ્યા હોય એટલે કોઈ ઓળખતા ન હતા. રસ્તામાં પોલીસે મહિલાને સમજાવી એમના પતિનો નંબર લઈને એમની સાથે વાતો કરી પણ તેઓ નવા રહેવા આવ્યા હોવાથી લોકેશનની પુરી વિગત જણાવી શક્યા ન હતા. પરંતુ કોન્સ્ટેબલ ગૌરવભાઈ ગઢવી મહિલાના ફોનના લોકેશન અને આસપાસમાં સતત પૂછપરછના અંતે મૂળ ઠેકાણે પહોંચી ગયા હતા.

ફસ્ટ પર્સન : કોન્સ્ટેબલ ગૌરવભાઈ ગઢવી અને તેમનો ફોટો મુકવો

બારીથી જોયું તો મહિલા ગળેફાંસો ખાવાની તૈયારી કરતા હતા

કોન્સ્ટેબલ ગઢવીએ મહિલાનું મકાન શોધવામાં આકાશ પાતાળ એક કરી દીધુ હતું. મકાને પહોંચ્યા તો અંદરથી બંધ હોવાથી તેઓએ ખૂબ સમજાવીને રિકવેસ્ટ કરીને દરવાજો ખોલવા કહ્યુ હતુ. પણ એમણે દરવાજો ખોલ્યો ન હતો. આથી ગઢવીભાઈએ બારીએ જઈને જોયું તો તેઓ ખુરશી ઉપર ઉભા રહી ચુંદડી પંખા પર બાંધી ગળેફાંસો ખાવાની તૈયારી કરતા હતા  તેથી સમજવાથી કામ ચાલે તેમ ન હતું. તેમને ગમે તે ભોગે બચાવવા પડે એમ હોય ભારે જહેમતથી આ કોન્સ્ટેબલે દરવાજો તોડી નાખ્યો તો એની અંદર પણ એક દરવાજો હોય એને પણ તોડી નાખી મહિલા પંખે લટકે એ પહેલાં જ એમના પગ પકડીને પછી નીચે ઉતારી ખૂબ જ સમજાવીને તેમને બચાવી લીધા હતા.

દીકરી સાથે વાત કરવાની રાહ જોતા હતા

કોન્સ્ટેબલ ગઢવીએ જણાવ્યું હતું કે, આ મહિલાને 13 વર્ષની પુત્રી છે. એ હાલ બીજે રહેતી હોય છેલ્લે તેની સાથે વાત કરવા માંગતી હતી. જો કે તેણી આ અંતિમ પગલું ભરવાનો તખ્તો 112માં ફોન આવ્યો ત્યારથી જ કરી લીધો હતો. પણ પુત્રી સાથે વાત કરવાની રાહ જોતી હતી. પણ કુદરતે પણ સાથ આપ્યો હોય એમ સદનસીબે પુત્રી સાથે વાત ન થતા આ મહિલાનો જીવ બચાવી શકાયો હતો. હકીકતમા એક સંતાન થયા બાદ બીજા સંતાન ન થતા દંપતી વચ્ચે ઝઘડાઓ થતા હતા. મહિલા આજે તમે બચાવી ફરી હું આ પગલું ભરી લઈશ તેવી સતત વાતો કરતા મહિલા પોલીસ અને સખી વન સ્ટોપ સેન્ટર તેમજ એમના નણંદને બોલાવીને બે કલાકે મામલો થાળે પાડ્યો હતો.