Thursday - Jul 02, 2026

ટંકારાના બંગાવડી ગામે બાઈક ધીમું ચલાવવાનું કહેતા યુવાન પર હુમલો

ટંકારાના બંગાવડી ગામે બાઈક ધીમું ચલાવવાનું કહેતા યુવાન પર હુમલો

મહિલા સહિત ત્રણ આરોપીઓએ લાકડી અને બોરડીના જાળા વડે માર માર્યાની ફરિયાદ નોંધાઈ

ટંકારા : ટંકારા તાલુકાના બંગાવડી ગામે રહેતો યુવાન પોતાના ઘર પાસે હતો ત્યારે એક શખ્સ બાઈક લઈને તેમની નજીકથી ફૂલ સ્પીડે પસાર થતા બાઈક ધીમે ચલાવવાનું કહેતા આરોપી તેમજ અન્ય એક મહિલા સહિતના ત્રણ આરોપીઓએ એક બીજાની મદદગારી કરી યુવાનને લાકડી તેમજ બોરડીના જાળા વડે માર મારતા બનાવ અંગે પોલીસ ફરિયાદ નોંધાઇ છે.

ટંકારાના બંગાવડી ગામે રહેતા ફરિયાદી દેવજીભાઈ લખમણભાઈ પડાયા ઉ.27એ આરોપી શૈલેષભાઇ દાનાભાઈ પડાયા, દાનાભાઈ માલાભાઈ પડાયા અને આરોપી ગંગાબેન દાનાભાઈ પડાયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, ગત તા.22 નવેમ્બરના રોજ તેઓ તેમના ઘર પાસે બેઠા હતા ત્યારે આરોપી શૈલેષ તેમની નજીકથી ફૂલ સ્પીડે બાઈક ચલાવી નીકળતા બાઈક ધીમું ચલાવવા કહ્યું હતું. જેથી આરોપીને સારું નહિ લાગતા માતાપિતા સાથે મળી લાકડી વડે તેમજ બોરડીના જાળા વડે હુમલો કરતા સાત ટાંકા આવ્યા હતા.બનાવ અંગે ટંકારા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.